પામ ઓઈલથી શું નુકસાન થાય છે?
નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પામ ઓઈલમાં જોવા મળતા ફેટી એસિડ્સ કેન્સરના જીનોમ પર ખૂબ અસર કરે છે, જેનાથી મનુષ્યમાં રોગ ફેલાવાની શક્યતા વધી જાય છે. કેન્સરની વૃદ્ધિ, જેને મેટાસ્ટેસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગથી પીડિત દર્દીઓમાં મૃત્યુનું મુખ્ય કારણ પામ ઓઈલ છે.
મેટાસ્ટેટિક કેન્સર સારવાર
આ બાબતે સંશોધકોનું કહેવું છે કે મેટાસ્ટેટિક કેન્સરથી પીડિત મોટાભાગના લોકોનો ઈલાજ જ થઈ શકે છે, પરંતુ તે સાજા નથી થઈ શકતા. બાર્સેલોનામાં ઇન્સ્ટિટ્યૂટ ફોર રિસર્ચ ઇન બાયોમેડિસિન (IRB) દ્વારા ઉંદરો પર હાથ ધરવામાં આવેલા સંશોધનમાં જાણવા મળ્યું છે કે પામમેટિક એસિડ મોઢા અને ત્વચાના કેન્સરમાં મેટાસ્ટેસિસને પ્રોત્સાહન આપે છે.
પામ ઓઈલ અને કેન્સર વચ્ચેનું જોડાણ
પામ ઓઈલએ પામ વૃક્ષોના ફળોમાંથી કાઢવામાં આવેલું તેલ છે. આજકાલ મોટે ભાગે પેકેજ્ડ ખોરાક અને રેસ્ટોરાંમાં તે વપરાય છે. ખરેખર પામ ઓઈલ અન્ય તેલ કરતાં સસ્તું છે પરંતુ તેમાં ઘણા પોષક તત્વોનો અભાવ હોય છે. તેમાં ઘણી બધી સંતૃપ્ત ચરબી હોય છે. પામ ઓઈલનો ઉપયોગ મોટાભાગે ફૂડ પેકેટમાં થાય છે. વર્ષ 2022ના રિપોર્ટ અનુસાર પામ ઓઈલનો વપરાશ 8 મિલિયન મેટ્રિક ટનથી વધુ હોવાનું કહેવાય છે. ભારત વિશ્વમાં પામ ઓઈલનો સૌથી મોટો આયાતકાર દેશ છે.
પેકેજ્ડ ફૂડમાં હોય છે પામ ઓઈલ
આજકાલ લોકોની જીવનશૈલી એટલી સક્રિય નથી. જ્યારે પેકેજ્ડ ફૂડ ખાઓ છો. ત્યારે તેમાં મોટાભાગે પામ ઓઈલનો ઉપયોગ થાય છે. જેના દ્વારા સંતૃપ્ત ચરબી શરીરમાં પ્રવેશ કરે છે. જેના કારણે ધમનીઓ બ્લોક થઈ જાય છે.
પામ ઓઈલમાં ઘણી બધી સંતૃપ્ત ચરબી હોય છે. જેના કારણે તે શરીરમાં LDL લેવલ એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડને વધારે છે. જેના કારણે હાર્ટ એટેકનો ખતરો 4 ગણો વધી જાય છે.
પામ ઓઈલનો ઉપયોગ શરીરમાં મેટાબોલિક સમસ્યાઓનું કારણ બની શકે છે. તે પાચન સમસ્યાઓને પણ પ્રોત્સાહન આપી શકે છે.
વધુ પ્રમાણમાં પામ ઓઈલનું સેવન કરવાથી થઈ શકે છે કેન્સર
પામ ઓઈલનું સેવન કરવાથી ઈન્સ્યુલિન પ્રતિરોધક ક્ષમતા વધે છે. જેના કારણે ડાયાબિટીસનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. પામ ઓઈલમાં જોવા મળતી સંતૃપ્ત ચરબી કેન્સરનું જોખમ વધારે છે. ખાસ કરીને તે કોલોન અને પ્રોસ્ટેટ કેન્સરને પ્રોત્સાહન આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech