એસીબીના અડગ અધિકારી કે.એચ.ગોહિલના કામની કદર: મુખ્યમંત્રીના હસ્તે થયું સન્માન

  • December 10, 2024 03:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસીબી તા ભુજ એસીબી બે કચેરીઓના ડીવાયએસપી તરીકેનો ચાર્જ સંભાળતા અડગ અધિકારી કે.એચ.ગોહિલનું તેમની ફરજ નિ ા બદલ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું છે.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ સબ ઇન્સ્પેકટરથી પોતાની કારકીર્દી શરૂ કરનાર કૃષ્ણકુમારસિંહ એચ. ગોહિલ પીઆઇ બન્યા બાદ અને પ્રમોશન સાથે હાલ ડીવાયએસપી તરીકે ફરજ બજાવે છે. પીઆઇના પ્રમોશનથી ડીવાયએસપી સુધીનો તેમનો મહત્તમ ફરજ કાળ એન્ટી કરપ્શન બ્યુરોમાં જ રહ્યો છે.
એસીબી ભુજના ડીવાયએસપી સાથે તેમની પાસે હાલ રાજકોટનો પણ ચાર્જ છે. એસીબીમાં અડગ અને કડકની છાપ ધરાવતા કે.એચ.ગોહિલના માર્ગદર્શન અને તેમની રાહબરી હેઠળ રાજકોટ એસીબીએ સપાટો બોલાવ્યો છે. વર્ષે કદાચ થતી એસીબીની ટ્રેપ ગોહિલે મહિના નહીં સાહમાં કરીને લાંચખોર સરકારી બાબુઓથી લઇ સરકારી કચેરીઓ સુધીમાં સપાટો બોલાવી દીધો છે. ટીઆરપી ગેમ ઝોન અિકાંડમાં પૂર્વ ટીપીઓ સાગઠીયા, ઉપરાંત ફાયર ઓફિસર સહિતના સામે એસીબીમાં સિકંજો ગોહિલાના વડપણ હેઠળ વધુ કડક બન્યો હતો. નવા ફાયર ચીફને પણ ગોહિલે લાંચના સાણસામાં લઇ રાજકોટ મહાપાલિકામાં ચાલતા લાંચના સડાને સાવ ખુલ્લ ો પાડયો હતો.
રાજયના એસીબીના ઇન્ચાર્જ સમશેરસિંઘની સુચના, માર્ગદર્શન હેઠળ અત્યારે રાજયભરમાં એસીબીની ટીમો કચેરીઓ સતર્ક છે. રાજકોટ, ભુજ કચેરીનું કામ રાજયભરમાં અવ્વલ રહ્યું છે. બંને કચેરીના મદદનીશ સહાયક (ડીવાયએસપી) કે.એચ.ગોહિલના વડપણ હેઠળ ધડાધડ થતી સફળ ટ્રેપો અને ધારદાર ઇન્વેસ્ટીગેશનની રાજયકક્ષાએ નોંધ લેવાઇ છે.
ગઇકાલે વલ્ર્ડ એન્ટી કરપ્શન ડેના રોજ ગાંધીનગર ખાતે એસીબીમાં ઉત્કૃષ્ટ્ર કામગીરી કરનારા અધિકારીઓનું સન્માન કરાયું હતું. ભુજ તથા રાજકોટ એસીબીના ડીવાયએસપી કે.એચ.ગોહિલનું ગઇકાલે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ગૃહમંત્રી હર્ષ સંઘવી, એસીબીના રાજયના વડા સમશેર સિંઘ સહિતનાની ઉપસ્થિતિમાં મોમેન્ટો આપે બહત્પમાન કરાયું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application