પાંચ દિવસ સુધી એકધારા વરસેલા વરસાદના કારણે રસ્તાઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. વૃક્ષો ધરાશાયી થયા છે. રાયના સંખ્યાબધં માર્ગેા બધં પડા છે. વરસાદમાં જેમના મકાનો પડી ગયા છે અથવા તો ઘરવખરીને નુકસાન થયું છે તેમને વળતર ચૂકવવાની કામગીરી બાકી છે અને પાકને થયેલા નુકસાનનો સર્વે પણ કરવાનો બાકી હોવાથી રાજકોટ જિલ્લામાં પંચાયત અને રેવન્યુ વિભાગની મોટાભાગની કચેરી ચાલુ રાખવામાં આવી હતી. રવિવારની રજા કેન્સલ કરીને કર્મચારીઓને કામે લાગી જવાનો આદેશ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્રારા કરવામાં આવ્યો હતો.
રોકડ સહાય ચુકવણા સહિતની કામગીરી ગમે તે ભોગે રવિવારે પૂરી કરી દેવાનો આદેશ હોવાના કારણે રેવન્યુ વિભાગની રાજકોટ શહેર અને જિલ્લાની મોટાભાગની કચેરીઓમાં મોડી રાત સુધી આ અંગેની કામગીરીનો ધમધમાટ ચાલુ રહ્યો હતો.રાજકોટ જિલ્લા પંચાયત અને જિલ્લામાં આવેલી તાલુકા પંચાયતોમાં પણ રવિવારની રજા જિલ્લા વિકાસ અધિકારી નવનાથ ગવહાણેએ રદ કરી ડિઝાસ્ટર સર્વેની કામગીરીમાં સ્ટાફને લગાડી દીધો હતો. તાલુકા પંચાયત કચેરીઓ માર્ગ મકાન અને સિંચાઈ વિભાગના સબ ડિવિઝનો આરોગ્ય વિભાગ ખેતીવાડી વિભાગમાં આ કામગીરી આખો દિવસ રવિવારે ચાલુ રહી હતી. એટલું જ નહીં અમુક જગ્યા એ તો મોડી રાત સુધી આ કામગીરી કરવામાં આવી હતી.
જોકે ગાંધીનગરમાં આનાથી જુદું જ ચિત્ર જોવા મળ્યું હતું. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ આર. બી. બારડ તારીખ ૩૧ ૮ ના રોજ નિવૃત્ત થતા હોવાથી તેમનો વિદાય સમારભં બપોરે ૨:૦૦ વાગે ગાંધીનગર ખાતેની વડી કચેરીના નવા સંકુલના ઓડિટોરિયમમાં યોજવામાં આવ્યો હતો અને તેમાં વડી કચેરીના તમામ અધિકારીઓ કર્મચારીઓ અને આઉટસોર્ટના સ્ટાફને હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech