રાજકોટ-અમદાવાદ હાઇવે પર તરઘડીયા ઓવર બ્રીજ પર હિટ એન્ડ રનના બનાવમાં અજાણ્યા યુવાનનું ગંભીર ઇજા થવાથી મોત થતા મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસે ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ તરઘડીયા ઓવર બ્રીજ ઉપરથી મધરાત્રીના પસાર થતા વાહન ચાલકને આશરે ૨૫થી ૩૦ વર્ષનો એક યુવાન લોહીલુહાણ હાલતમાં બેભાન પડયો હોવાનું જોતા તાકીદે ૧૦૮ને જાણ કરતા 108 ઘટના સ્થળે પહોંચી ઇએમટી અને પાઇલોટે યુવાનને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસડયો હતો. જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલએ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનાવના પગલે પોલીસે મૃતકની ઓળખ થઇ શકે તેવો કાંઈ આધાર ન મળતા પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ અજાણ્યા વાહનની અડફેટે ચડી જતા મોત થયાનું જાણવા મળ્યું છે. મૃતકના કોઇ વાલીવારસ હોય તો કુવાડવા રોડ પોલીસનો મો. ૯૫૩૭૮ ૨૪૯૩૦ સંપર્ક કરવા જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech