રાજકોટમાં વધુ એક જીવલેણ અકસ્માતની ઘટના બની છે. શહેરના મોરબી રોડ પર બેડી ચોકડી તરફ પગપાળા જઈ રહેલા ૬૫ વર્ષના વૃદ્ધાને બોલેરો ચાલક હડફેટે લઇ નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું.બનાવ અંગે પોલીસે વૃદ્ધાના પુત્રની ફરિયાદ પરથી અકસ્માત સર્જી નાસી ગયેલા બોલેરો ચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર વેલનાથપરા શેરી નંબર ૧૩૧૮ ના ખૂણે રહેતા હતું ખતુબેન બાબુભાઈ જામ(ઉ.વ ૬૫) નામના વૃધ્ધા ગઈકાલે સવારના ૧૧:૧૫ વાગ્યા આસપાસ ઘર નજીક મોરબી રોડ પર શાળા નંબર ૭૧ થી આગળ બેડી ચોકડી પાસે પગપાળા જઈ રહ્યા હતા ત્યારે અહીં પંચરની દુકાન પાસે પહોંચતા પૂરપાટ ઝડપે ધસી આવેલી બોલેરોએ વૃદ્ધાને હડફેટે લીધા હતા. અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અહીં ટૂંકી સારવાર બાદ વૃદ્ધાનું મોત થયું હતું.
વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, અકસ્માતમાં મોતની ભેટનાર વૃધ્ધાને સંતાનમાં ત્રણ પુત્ર અને ચાર પુત્રી છે. બનાવ અંગે વૃદ્ધાના પુત્ર અકબર બાબુભાઈ જામ (ઉ.વ ૪૫ રહે. મોરબી રોડ વેલનાથપરા)ની ફરિયાદ પરથી બી ડિવિઝન પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલ સફેદ કલરના બોલેરો પીકપ વાહનના ચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ એ.બી. ચૌધરી ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રથમવાર 6 મહિલાઓએ સાથે કરી સ્પેસની સફર, હોલીવુડ સિંગર કેટી પેરી પણ હતી સામેલ
April 14, 2025 08:07 PMગુજરાત બોર્ડ ધોરણ 10-12ના પરિણામ આવશે વહેલા, શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આપી માહિતી
April 14, 2025 07:53 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech