કોઠારીયા રોડ પર હીટ એન્ડ રન: કારની હડફેટે ત્રણ યુવાનો ઘવાયા

  • June 03, 2025 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



કોઠારીયા રોડ પર બીલીપત્ર પાર્ટી પ્લોટ પાસે રાત્રિના હીટ એન્ડ રનની ઘટના બની હતી. અહીં પગપાળા જઇ રહેલા ત્રણ યુવાનોને અજાણી કારે હડફેટે લેતા ત્રણેયને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્રણેય મિત્રો ખોખડદળ પુલ પાસે મેલડી માતાના મંદિરે દર્શન કરી પગપાળા પરત જતા હતા દરમિયાન અકસ્માતની આ ઘટના બની હતી. આજીડેમ પોલીસે અકસ્માતસર્જનાર કારચાલકને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના કોઠારીયા રોડ પર બીલીપત્ર પાર્ટી પ્લોટ પાસે રાત્રિના પુરપાટ ઝડપે ધસી આવેલી કારે પગપાળા જઈ રહેલા ત્રણ યુવાનોને હડફેટે લીધા હતા. અકસ્માતમાં ઘવાયેલા ત્રણેય યુવાનો વિશાલ સાદુરભાઈ ભરવાડ (ઉ.વ 25 રહે. આજીડેમ ચોકડી પાસે, માનસરોવર પાર્ક), અર્જુન મેઘાભાઇ ભરવાડ (ઉ.વ 25 રહે. કોઠારીયા રોડ ફાયર બ્રિગેસ્ટેશન સામે) અને લક્ષ્મણ આલાભાઇ ભરવાડ (ઉ.વ 24 રહે. કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ સ્ટેશન સામે) ને સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતના આ બનાવ અંગે વધુમાં જાણવા મળતી વિગતો મુજબ, વિશાલ ભરવાડ ચાની હોટલ ધરાવે છે. જ્યારે અર્જુન અને લક્ષ્મણ નોકરી કરે છે. ત્રણેય મિત્રો હોય ગઈકાલ રાત્રિના તેઓ ખોખડદળ પુલ પાસે મેલડી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. અહીંથી પગપાળા પરત ફરી રહ્યા હતા દરમિયાન પૂરપાટ ઝડપે ધસી આવેલી અજાણી કારે તેમને હડફેટે ચડાવી કાર હંકારી મૂકી હતી. બનાવ અંગે આજીડેમ પોલીસે અકસ્માત સર્જનાર કારચાલકને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application