અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં બળદેવધાર કેનાલ અને સીએનજી પેટ્રોલ પંપ વચ્ચે રાજકોટ પોરબંદર નેશનલ હાઇવે પરના રોડ પર તા. 27/3 ના રાત્રીના 8:30 વાગ્યા આસપાસ અજાણ્યા વાહને હડફેટે લેતા દિનેશ મનજીભાઈ ભાખોતરા(ઉ.વ 40 રહે. ઘેટાવાળા પ્લોટ, જેતપુર)ને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને 108 મારફત સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવાનને મૃત જાહેર કર્યો હતો.
અકસ્માતના આ બનાવ અંગે યુવાનના પિતા મનજીભાઈ જગાભાઈ ભાખોતરા(ઉ.વ 62) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓને સંતાનમાં ત્રણ પુત્ર છે જેમાં કમલેશ સૌથી મોટો તેનાથી નાનો અરવિંદ જે સૂરદાસ હોય તથા સૌથી નાનો દિનેશ હતો. દિનેશ અપરિણીત હતો અને છૂટક મજૂરી કરી રખડતો ભટકતું જીવન જીવતો હતો. ગઈકાલ રાત્રિના 8:30 વાગ્યે તેઓ ઘરે હતા ત્યારે પૌત્ર જીતેન્દ્રએ વાત કરી હતી કે, દિનેશ કાકાને તત્કાલ ચોકડી પાસે અકસ્માત થયો છે. જેથી ફરિયાદી તથા તેના પરિવારજનો અહીં હોસ્પિટલે પહોંચ્યા હતા જ્યાં દિનેશનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં જાણવા મળ્યું હતું કે, દિનેશ જમવાનું પાર્સલ લઇ નવાગઢ ચોકડીએથી તત્કાલ ચોકડી તરફ નેશનલ હાઈવે રોડ પર બળદેવ ધાર કેનાલ સીએનજી પમ્પ પાસે પગપાળા જઈ રહ્યો હતો ત્યારે તેને અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત થયું હતું. આ અંગે વૃદ્ધની ફરિયાદ પરથી જેતપુર ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech