મેડીકલમાં દવા લેવા રોડ ક્રોસ કરી રહેલા યુવાનને હડફેટે લીધો : ચેલા રોડ પર કાર પલ્ટી ખાતા એકનું મૃત્યુ : ત્રણને ઇજા
જામનગરના ખોડીયાર કોલોનીમાં મેડીકલે દવા લેવા જવા માટે રોડ ક્રોસ કરી રહેલા એક યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લઇ ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી નાશી ગયો હતો. હીટ એન્ડ રનના આ બનાવ અંગે ભાગી ગયેલા અજાણ્યા વાહનચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે, જયારે ચેલા એસઆરપી કેમ્પ પાસેના હાઇવે પર કાર પલ્ટી ખાઇ જતા તેમા બેઠેલા એક યુવાનનું મૃત્યુ થયુ હતું અને અન્ય ૩ને ઇજા થઇ હતી. આ બનાવ અંગે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
જામનગરના લાખાબાવળમાં મણીભદ્ર વીલા ઘર નં. ૪૮ ખાતે રહેતા આસુતોષકુમાર વિજયકુમાર સિંહા (ઉ.વ.૪૫) નામનો યુવાન ગઇકાલે રાત્રીના ખોડીયાર કોલોનીમાં આવેલ સંજીવની મેડીકલ સ્ટોરમાં દવા લેવા જતા હોય ત્યારે રોડ ક્રોસ કરતી વેળાએ કોઇ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે ગફલતભરી રીતે ચલાવી ઠોકર મારી હતી જેમાં માથાના ભાગે ઇજા થતા યુવાનનું મૃત્યુ નિપજયુ હતું અને વાહનચાલક નાશી ગયો હતો.
આ બનાવ અંગે લાખાબાવળ મણીભદ્ર વીલા ખાતે રહેતા ડાયટીશીયન અને મુળ ઝારખંડના વતની મનિષા સિંહા બિમલકુમાર સિંહાએ સીટી-સી ડીવીઝનમાં અજાણ્યા વાહનના ચાલકે ફરીયાદ નોંધાવતા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
બીજા બનાવમાં જામનગરના સાંઢીયાપુલ પાસે આવેલ માધવબાગમાં રહેતા ચોકીદાર માલદેભાઇ રામાભાઇ ચાવડા (ઉ.વ.૬૦) એ ગઇકાલે પંચ-બીમાં ફોરવ્હીલ કાર નં. જીજે૧૦ડીઆર-૬૦૭૩ના ચાલક સુનિલ સિયારામ મહંતો રહે. દરેડની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ચેલા ગામથી આગળ એસઆરપી કેમ્પ પાસેના હાઇવે રોડ પર આરોપીએ પોતાની કાર પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી ગાડી રોડથી નીચે પલ્ટી ખવડાવી દીધી હતી આ અકસ્માતમાં ગાડીમાં બેઠેલા મેહુલ માલદેભાઇ ચાવડાને ગંભીર ઇજાઓ પહોચાડી મોત નિપજાવી તથા રાકેશ સીતારામ અને મુન્ના પંડીતને માથા અને શરીરના ભાગે ગંભીર ઇજાઓ કરી તથા પોતાને માથા અને મોઢાના ભાગે ઇજાઓ પહોચાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech