રાજસ્થાનના જયપુર નાહરગઢ વિસ્તારમાં અનિયંત્રિત SUV કારે રસ્તા પર ચાલી રહેલા અનેક ટુ-વ્હીલર સવારો અને રાહદારીઓને કચડી નાખ્યા. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. પોલીસે જણાવ્યું કે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તાત્કાલિક કારનો પીછો કર્યો, તેને ઘેરી લીધી અને ડ્રાઇવરને પકડીને પોલીસને સોંપી દીધો. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવર ખૂબ જ નશામાં હતો.
એસએમએસ પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર કન્હૈયાલાલે એએનઆઈને જણાવ્યું કે નાહરગઢ વિસ્તારમાંથી હિટ-એન્ડ-રનનો કેસ નોંધાયો છે. આ ઘટનામાં નવ લોકો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાંથી 2 લોકોના મોત થયા છે. મૃતકોમાં એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. ચાર ઘાયલોની ટ્રોમા સેન્ટરમાં સારવાર ચાલી રહી છે, જ્યારે ત્રણ લોકોને સારવાર બાદ રજા આપવામાં આવી છે.
મળતા અહેવાલ મુજબ, બે લોકો, અવધેશ પારીક (૩૭) અને મમતા (૫૦) ના અકસ્માતમાં મૃત્યુ થયા છે અને અન્ય લોકો સારવાર હેઠળ છે," એડિશનલ ડીસીપી (ઉત્તર) બજરંગ સિંહે જણાવ્યું હતું કે એમ આઈ રોડ પર આ જ વાહને બીજી કાર અને એક રાહદારીને ટક્કર મારી હતી. પોલીસે જણાવ્યું હતું કે શરૂઆતની તપાસમાં એવું જણાયું હતું કે ડ્રાઇવર ખૂબ જ નશામાં હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાથી મૃત્યુઆંક વધી શકે છે. ઘટના બાદ, ઘટનાસ્થળે અને બાદમાં એસએમએસ હોસ્પિટલમાં મોટી ભીડ એકઠી થઈ ગઈ, જ્યાં ઘાયલોને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
એસીપી (કોતવાલી) અનૂપ સિંહે પુષ્ટિ આપી કે ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે અને કાર જપ્ત કરવામાં આવી છે.વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કિશનપોલના ધારાસભ્ય અમીન કાગઝી પીડિતોની હાલત જાણવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા. કાગજીએ કહ્યું કે અમે 10 ઘાયલ લોકોને હોસ્પિટલમાં લઈ જતા જોયા. તેમણે કહ્યું કે ઘાયલોમાંથી ત્રણની હાલત વધુ ગંભીર છે હવા મહલના ધારાસભ્ય બાલમુકુન્દાચાર્યએ જણાવ્યું હતું કે કાર ચાલક એટલો નશામાં હતો કે તેને કશું ભાન જ ન હતું. "ડ્રાઇવરે પહેલા એમઆઈ રોડ પર એક વ્યક્તિને ટક્કર મારી, તે જ કારે ગાલ્ટા ગેટ વિસ્તારમાં ઘણા લોકોને ટક્કર મારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજ્યમાં ગરમીમાં આંશિક રાહત, રાજકોટ 41.7 ડિગ્રી સાથે સૌથી ગરમ
April 20, 2025 11:49 PMજમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટતાં ગુજરાતના પ્રવાસીઓ ફસાયા, રાજ્ય સરકારે તાત્કાલિક મદદ મોકલી
April 20, 2025 11:46 PMIPL 2025: મુંબઈએ ચેન્નાઈને 9 વિકેટથી હરાવ્યું, રોહિત-સૂર્યાની જોરદાર બેટિંગ
April 20, 2025 11:44 PMગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech