કુવાડવાથી વાંકાનેર તરફના રોડ પર સમી સાંજના અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે લેતા મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામમાં રહેતા યુવાનનું ગંભીર ઈજા થવા સબબ ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવ અંગે યુવાનના પિતાની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કુવાડવા ગામથી વાંકાનેર જતા રોડ પર આર.કે.ઇન્ડસ્ટ્રીઝ ઝોન-6 નજીક સાંજના 7:30 વાગ્યા આસપાસ અજાણ્યા વાહન ચાલકે બાઈક નંબર એમપી 69 ઝેડબી 8894 ને હડફેટે લેતા બાઈક ચાલક યુવાન શૈલેષભાઈ રાયસિંહભાઇ માવી (ઉ.વ 23) ને માથાનાભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત થયું હતું. બનાવના પગલે કુવાડવા રોડ પોલીસમાં મથકના પીએસઆઇ એમ.જી.સોલંકી તથા સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો.
અકસ્માતના આ બનાવ અંગે મૃતક યુવાન શૈલેષના પિતા રાયસિંહ નાનાભાઈ માવી (ઉ.વ 50) દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની છે અને હાલ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામની સીમા વાડીએ ખેત મજૂરીનું કામ કરે છે. તેમને સંતાનમાં પાંચ દીકરા અને એક દીકરી છે જેમાં શૈલેષ વચેટ હતો. ગઈકાલે બપોરના શૈલેષ અહીંથી બાઈક લઇ તેના મોટાભાઈ હિતેશ જે ખેરડી ગામે વાડીએ ખેત મજૂરીનું કામ કરે છે. તેને મળવા માટે ગયો હતો બાદમાં સાંજે 8:00 વાગ્યા સુધી પરત ના આવતા તેના મોબાઈલ ફોન પર કોલ કરતા અકસ્માત થયો હોવાનું માલુમ પડ્યું હતું શૈલેષ તેના મોટાભાઈ હિતેશને વાડીએથી મળી પરત આવતો હતો દરમિયાન સાંજના સમયે અહીં આ ઘટના બની હતી. આ અંગે મૃતકના પિતાની ફરિયાદ પરથી પોલીસે અકસ્માત સજીર્ નાસી ગયેલા અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેને શોધી કાઢવા માટે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech