આરએસએસ ચીફ મોહન ભાગવતે અલવરમાં હિન્દુઓ વિશે મોટી વાત કહી. તેમણે કહ્યું કે જો દેશમાં કંઈપણ ખોટું થાય છે, તો દોષ હિંદુઓ પર આવે છે કારણ કે હિંદુ સમાજ આ દેશમો કર્તાહર્તા છે. તેમણે હિન્દુઓને વિશ્વના સૌથી ઉદાર લોકો ગણાવ્યા.અલવરમાં એક સમરોહમાં બોલતા રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડો.મોહન ભાગવતે હિંદુ ધર્મને એક એવો વિશ્વ ધર્મ ગણાવ્યો છે જે સર્વના કલ્યાણની ઈચ્છા રાખે છે. તેમણે કહ્યું કે હિંદુ એટલે વિશ્વનો સૌથી ઉદાર માનવી, જે બધું સ્વીકારે છે. આ સાથે તેમણે સ્વયંસેવકોને સામાજિક સમરસતા દ્રારા પરિવર્તન લાવવા આહવાન કયુ હતું અને કહ્યું હતું કે આપણે અસ્પૃશ્યતાની લાગણીને સંપૂર્ણપણે નાબૂદ કરવાની છે.
ડો. ભાગવત અલવરના ઈન્દિરા ગાંધી સ્પોટર્સ ગ્રાઉન્ડ ખાતે સ્વયંસેવકોના કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું, 'આપણે આપણા રાષ્ટ્ર્રને મજબૂત બનાવવું પડશે. આપણે પ્રાર્થનામાં જ કહ્યું છે કે આ હિંદુ રાષ્ટ્ર્ર છે કારણ કે તેના માટે હિંદુ સમાજ જવાબદાર છે. આ રાષ્ટ્ર્રનું ભલું થાય તો હિન્દુ સમાજની કીર્તિ વધે. જો આ દેશમાં કંઇક ખોટું થાય છે, તો દોષ હિન્દુ સમુદાય પર આવે છે કારણ કે તેઓ આ દેશના શિલ્પકાર છે.
પાંચ થીમને જીવનમાં અમલમાં મૂકવા હાકલ
સરસંઘચાલકે સ્વયંસેવકોને સામાજિક સમરસતા, પર્યાવરણ, કૌટુંબિક જ્ઞાન, સ્વની ભાવના અને નાગરિક શિસ્તની આ પાંચ થીમને તેમના જીવનમાં અમલમાં મૂકવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે યારે સ્વયંસેવકો આ બાબતોને તેમના જીવનમાં અમલમાં મૂકશે, ત્યારે સમાજ પણ તેનું પાલન કરશે. તેમણે કહ્યું, 'આવતા વર્ષે સઘં કાર્યના ૧૦૦ વર્ષ પૂરા કરશે. સંઘની કાર્યપદ્ધતિ લાંબા સમયથી ચાલી રહી છે, તો આપણે જે કાર્ય કરીએ છીએ તેની પાછળનો વિચાર શું છે? આપણે આને બરાબર સમજવું જોઈએ અને આ વિચાર હંમેશા આપણા કાર્ય પાછળ જીવતં રહેવો જોઈએ.
ડો. ભાગવતે કહ્યું, 'પહેલા કોઈ સંઘને જાણતું કે માનતું નહોતું, પરંતુ હવે બધા જાણે છે અને તેમાં વિશ્વાસ કરે છે. અમારો વિરોધ કરનારા પણ. અમે અમારી માતૃભાષાથી તેનો વિરોધ કરીએ છીએ, પરંતુ અમે તેને અમારા હૃદયથી સ્વીકારીએ છીએ, તેથી હવે આપણે રાષ્ટ્ર્રની સવાગી પ્રગતિ માટે હિન્દુ ધર્મ, હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સમાજનું રક્ષણ કરવું પડશે.' તેમને આ તકે ખેદ વ્યકત કર્યેા હતો કે મીડિયાના દુપયોગને કારણે નવી પેઢી ઝડપથી તેના મૂલ્યો ભૂલી રહી છે
અસ્પૃશ્યતા નાબૂદ કરવી પડશે
અસ્પૃશ્યતા અને ભેદભાવની લાગણી નાબૂદ કરવા સ્વયંસેવકોને આહવાન કરતાં તેમણે કહ્યું કે, 'આપણે આપણો ધર્મ ભૂલીને સ્વાર્થને આધીન બની ગયા છીએ, તેથી અસ્પૃશ્યતા વધી છે, ભેદભાવની લાગણી વધી છે, આપણે આ લાગણીને સંપૂર્ણપણે નાબૂદ કરવી પડશે. યાં સંઘનું કાર્ય અસરકારક છે, ત્યાં સંઘની શકિત છે, ઓછામાં ઓછા મંદિરો, પાણી, સ્મશાન બધું જ હિન્દુઓ માટે ખુલ્લું રહેશે . સામાજિક સમરસતા દ્રારા પરિવર્તન લાવવું પડશે
હિન્દુ એટલે વિશ્ર્વની સૌથી ઉદાર વ્યકિત
તેમણે કહ્યું કે, રાષ્ટ્ર્રને અત્યતં સમૃદ્ધ અને શકિતશાળી બનાવવાનું કામ મહેનતથી કરવાની જર છે અને આપણે સક્ષમ બનવું પડશે, જેના માટે સમગ્ર સમાજને સક્ષમ બનાવવો પડશે. તેમણે કહ્યું, 'આપણે જેને હિંદુ ધર્મ કહીએ છીએ તે વાસ્તવમાં માનવ ધર્મ છે, વિશ્વ ધર્મ છે અને તે બધાનું કલ્યાણ કરે છે. હિન્દુ એટલે વિશ્વનો સૌથી ઉદાર માનવી, જે દરેક વસ્તુનો સ્વીકાર કરે છે અને દરેક પ્રત્યે સાવ રાખે છે. તે બહાદુર પૂર્વજોના વંશજ છે જે જ્ઞાનનો ઉપયોગ વિવાદ ઉભો કરવા માટે કરતા નથી, પરંતુ જ્ઞાન આપવા માટે કરે છે. તેમણે કહ્યું કે હિંદુ દાના નશામાં પૈસાનો ઉપયોગ કરતો નથી, તે તેનો ઉપયોગ દાન માટે કરે છે અને શકિતનો ઉપયોગ નબળાઓની રક્ષા માટે કરે છે. તેમણે કહ્યું, 'જેની નૈતિકતા આ છે, જેની સંસ્કૃતિ આ છે, તે હિન્દુ છે. તે કોની પૂજા કરે છે, તે કઈ ભાષા બોલે છે તે મહત્વનું નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech