સમુહ શાદીમાં હાજરી આપ્યાના વિડીયો ફુટેજના બેકગ્રાઉન્ડમાં ઉશ્કેરણીજનક ગીત મુકવા સંબંધે ફરિયાદ બાદ ગુન્હો નોંધાયો હતો: રાજય સરકાર તરફથી ધારદાર દલીલો થઇ
જામનગર ખાતે તાજેતરમાં યોજાયેલા સમુહ શાદીના પ્રસંગમાં હાજર રહેલા મહારાષ્ટ્રના રાજયસભાના સાંસદ ઇમરાન પ્રતાપગઢી અને નગરસેવક અલ્તાફ ખફી સામે નોંધાયેલ ફરિયાદ સંબંધે ઇમરાન પ્રતાપગઢી દ્વારા હાઇકોર્ટમાં કરવામાં આવેલી કવોશીંગ પીટીશન હાઇકોર્ટે ઉડાવી દીધી છે, લંબાણપૂર્વકની દલીલોમાં રાજય સરકારના વકીલ તરફથી ફરિયાદ ઉડાવવાનો વિરોધ કરવામાં આવ્યો છે, હવે જો આ મામલો સુપ્રિમ કોર્ટ સુધી ન પહોંચે તો રાજયસભાના સાંસદની ધરપકડનો માર્ગ હાલ મોકળો થયો હોવાનો દેખાય છે.
જામનગરમાં સુન્ની મુસ્લિમ દ્વારા આયોજીત સમૂહલગ્નના એક પ્રસંગમાં ડિસેમ્બર-2024માં હાજરી આપ્યા બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ(ઈન્સ્ટાગ્રામ) પર ઉશ્કેરણીજનક અને વિવાદીત શાયરી બેકગ્રાઉન્ડમાં અપલોડ કરવાના પ્રકરણમાં મહારાષ્ટ્રના રાજયસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢી વિરૂધ્ધ નોંધાયેલી ફરિયાદ રદબાતલ ઠરાવવા આરોપી સાંસદ દ્વારા ગુજરાત હાઇ કોર્ટમાં કરાયેલી કવોશીંગ પિટિશન જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે અરજદાર સાસંદને આ સમગ્ર કેસમાં કોઈપણ પ્રકારની રાહત આપવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો.
રાજયસભા સાંસદ અને દેશના જાણીતા કવિ ઇમરાન પ્રતાપગઢી દ્વારા કરાયેલી કવોશીંગ પિટિશનમાં એ મતલબની રજૂઆત કરાઈ હતી કે, અરજદાર સાંસદ અને કવિ હોવાની સાથે સાથે અરજદાર ટ્રાન્સપોર્ટ, ટુરીઝમ અને કલ્ચરની સ્ટેન્ડીંગ કમીટીના સભ્ય અને લઘુમતી બાબતોના મંત્રાલય માટેની કોન્સ્યુલેટીવ કમીટીના પણ સભ્ય છે. અરજદાર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમીટીના માઈનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન પણ છે.
ગત તા.29-12-2024ના રોજ જામનગરમાં અલ્તાફ ગફારભાઈ ખફીના જન્મદિન નિમિતની ઉજવણી અનુસંધાનમાં સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સામૂહિક લગ્નનો પ્રસંગ યોજાયો હતો. જેમાં અરજદાર પણ હાજરી આપવા આવ્યા હતા અને બાદમાં જતા રહ્યા હતા. જો કે, બાદમાં તા.2-1- 2025ના રોજ અરજદાર તરફથી સોશ્યલ મીડિયામાં ઉપરોકત ઈ વેન્ટના સંદર્ભમાં એક્સ- એકાઉન્ટ હેન્ડલ પર તેમણે એક વીડિયો બેકગ્રાઉન્ડમાં મૂકયો હતો, જે ઉશ્કેરણીજનક અને કોમી વૈમન્સ્ય જન્માવતો હોવાનો વાંધો ઉઠાવી તેમની વિરૃધ્ધમાં જામનગર એ-ડિવીઝન પોલીસ મથકમાં એફઆઈ આર નોંધાઇ હતી. જો કે, અરજદારે એવા કોઇ જ ઇરાદા સાથે આ વીડિયો પોસ્ટ કર્યો નહતો તેમ છતાં તેમની વિરૃધ્ધ ખોટી રીતે ફરિયાદ નોંધાઇ હોઈ તે રદબાતલ ઠરાવવી જોઇએ.
દરમ્યાન રાજયસભા સાંસદ ઈમરાન પ્રતાપગઢીની કવોશીંગ પિટિશનનો સખત વિરોધ કરતાં રાજય સરકારે અદાલતનું ધ્યાન દોરતાં જણાવ્યું કે, અરજદારે વિવાદીત ઉશ્કેરણીજનક અને ભડકાઉ વિડિયો ઉપરોકત પ્રસંગ અનુસંધાનમાં અપલોડ કર્યો હતો. જેનાથી કોમ-કોમ વચ્ચે કોમી એખલાસની ભાવના જોખમાય અને શાંતિનું વાતાવરણ ડહોળાય તે પ્રકારની આ પ્રવૃત્તિ છે. અરજદારે પોતે એક સાંસદ અને પ્રતિષ્ઠિત હોદ્દાઓ ધરાવતાં હોઈ તેઓએ ઉલ્ટાનું આવા કોમી વૈમન્સ્ય ફેલાવતાં અને ઉશ્કેરણીજનક પોસ્ટ કરવાથી દૂર રહેવું જોઇતુ હતું કારણ કે, તેઓ એક જવાબદાર રાજકીય નેતા છે અને તેમના આવા બેજવાબદાર અને કોમી લાગણી ઉશ્કેરનારા કૃત્યને સહેજપણ હળવાશથી લઈ શકાય નહી, કારણ કે તેમના આવા કૃત્યના કારણે કોમી શાંતિ અને ભાઇચારાનું વાતાવરણ જોખમાયુ છે. આ સંજોગોમાં હાઈકોર્ટે અરજદારની રિટ અરજી ફગાવી દેવી જોઈએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech