રાજકોટમાં મોબાઇલ ફોન હોલસેલર સાથે ઓળખાણ અને સંબંધો કેળવી રિટેલરોને ડિસ્ટ્રિબ્યુટ કરવાની લાલચ આપી મેકબુક સહિત 70 જેટલા મોબાઈલ ફોન રૂ. 27.55 લાખ નાણાં ચૂકવ્યા વગર ઓળવી જવાની પુત્ર અને પિતા સામે નોંધાયેલી ફરિયાદમાં આરોપી પુત્ર સોહમ પ્રકાશભાઈ ગોંડલીયાની આગોતરા જામીન અરજી હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.
આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી મોબાઈલ ફોન હોલ સેલર દ્વારકેશ એન્ટરપ્રાઈઝના જયકિશનભાઈ ઉર્ફે જેકીભાઈ મેતરા સાથે માર્ચ 2024થી જૂન 2024 દરમિયાન સોહમ પ્રકાશભાઈ ગોંડલીયા અને તેના પિતા પ્રકાશ દામજીભાઈ ગોંડલીયાએ વ્યવસાયિક સંબંધો કેળવી રિટેલરોને ડિસ્ટ્રિબ્યુટ કરવા મેકબૂક સહિત 70 મોબાઈલ ફોન રૂપિયા 27.55નું ચુકવણું કર્યા વિનાજ ખરીદી, નકલી બિલો વાપરી અન્ય રિટેલરોને વેચી દીધા હતા. પરંતુ નાણાં નહીં જમા કરાવી હોવાની ફરિયાદ નોંધાવી હતી.
આ ફરિયાદવે આરોપી સોહમ પ્રકાશભાઈ ગોંડલીયાએ સેશન્સ કોર્ટમાં કરેલી આગોતરા જામીન અરજી નામંજૂર થતા હાઇકોર્ટમાં આગોતરા અરજી કરી હતી. જે અરજીના વિરોધમાં ફરિયાદીના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, પોલીસ તપાસમાં જણાયું છે કે 70માંથી માત્ર 7 મોબાઈલ ફોન જ ટ્રેક થયા છે, જ્યારે બાકી 63 ફોન હજી ગુમ છે, અને તેઓને શોધવા માટે આરોપીની કસ્ટોડીયલ પૂછપરછ જરૂરી છે. આરોપીએ પોલીસ દ્વારા બે વખત આપવામાં આવેલી નોટિસ પછી પણ તપાસમાં સહકાર આપ્યો ન હતો, આવા આરોપીને જો જામીન આપવામાં આવે તો સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે. ફરિયાદીના એડવોકેટની દલીલોને ધ્યાને લઈ હાઇકોર્ટના જસ્ટિસ હસમુખ ડી. સુથારની સિંગલ બેન્ચે આ કેસને "વ્હાઈટ કોલર ક્રાઈમ" નો "સોશિયો ઈકોનોમિક ગુનો" ગણાવી તે માત્ર એક વ્યક્તિ નહિ, પરંતુ સમગ્ર સમાજના હિતને અસર કરે છે તેમ જણાવી હાઈકોર્ટે જામીન અરજી ફગાવી દીધી છે. આ કામમાં ફરિયાદી પક્ષ વતી લોયર્સ ડેસ્ક લો-ફર્મના યુવા એડવોકેટ હિતેષ વિરડા, ભાવેશ બાંભવા તથા હાઇકોર્ટમાં ધ્રુવ ટોળીયા રોકાયા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech