કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું અને આ દુર્ઘટનામાં પાંચ મરીન જવાનો મૃત્યુ પામ્યા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં એક ભયાનક અકસ્માત થયો છે. યુએસ મરીન કોપ્ર્સે ગુવારે પુષ્ટ્રિ કરી હતી કે મંગળવારે કેલિફોર્નિયામાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાંચ મરીન પોલીસ જવાનો મૃત્યુ પામ્યા હતા. પ્રશિક્ષણ ઉડાન દરમિયાન આ અકસ્માત થયો હતો . સીએચ –૫૩ઈ સુપર સ્ટેલિયન હેલિકોપ્ટર મંગળવારે નેવાડામાં ક્રીચ એરફોર્સ બેઝથી મરીન કોપ્ર્સ એર સ્ટેશન મીરામાર તરફ ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું, એમ સૈન્યએ જણાવ્યું હતું.યુ.એસ. મરીન કોપ્ર્સે અહેવાલ આપ્યો છે કે મરીન એરક્રાટ ગ્રુપ ૧૬, ૩જી મરીન એરક્રાટ વિંગના મરીન હેવી હેલીકોપ્ટર સ્કવોડ્રન ૩૬૧ના પાંચ મરીન જવાનો એ જીવ ગુમાવવા પડા છે. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૪ ના રોજ ઈઈં–૫૩ઊ હેલિકોપ્ટર ક્રેશને કારણે મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટ્રિ થઈ છે. હાલમાં તેમના મૃતદેહોના અવશેષોને એકઠાં કરવાના પ્રયાસો ચાલુ છે. ક્રેશની તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મરીન કમાન્ડોને વિશ્વના શ્રે સૈનિકોમાંના એક ગણવામાં આવે છે.
અમેરિકી રાષ્ટ્ર્રપતિએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે તેમના પરિવારો, તેમના સ્કવોડ્રન અને યુએસ મરીન કોપ્ર્સ પ્રત્યે અમારી ઐંડી સંવેદના વ્યકત કરીએ છીએ કારણ કે અમે અમારા દેશના પાંચ શ્રે યોદ્ધાઓ ગુમાવ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech