રાજ્યભરની સાથે સાથે દ્વારકા જિલ્લામાં તાજેતરમાં સતત અતિભારે વરસાદ અને તીવ્ર પવનથી વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જેના કારણે જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિના કારણે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની પણ અછત સર્જાઈ હતી. ત્યારે આ વિકટ પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકાના કુરંગા સ્થિત આર.એસ.પી.એલ. (ઘડી) કંપની દ્વારા તેમના માનવતાવાદી અભિગમ રાખવી અને આ વિસ્તારમાં તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી.
કંપની અધિકારીઓ સ્થાનિક પ્રશાસન અને પોલીસ તંત્રને સાથે રાખીને નજીકના દ્વારકા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક પરિવારો સુધી ફૂડ પેકેટો પહોંચાડવામાં આવ્યા હતા.
દ્વારકા તાબેના કુરંગા ગામે આવેલી આર.એસ.પી.એલ. (ઘડી) કંપની ની સામાજિક ઉત્તરદાયિત્વ પ્રવૃત્તિ - સી.એસ.આર. એક્ટિવિટી (RSPL વેલફેર ફાઉન્ડેશન) અંતર્ગત તેમની ટીમ દ્વારા સુચારુ રીતે આયોજન કરીને, આશરે પાંચ હજાર ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ મહત્વની રાહત કામગીરી દરમિયાન સ્થાનિક પ્રશાસન અને આગેવાનોએ ઘડી કંપનીની આ કામગીરીને વખાણી અને અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે સહાય મેળવનાર લોકો દ્વારા પણ તમામ અધિકારીઓ અને ઘડી કંપનીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ઘડી કંપનીના આ પ્રયત્ન દિશાનિર્દેશકરૂપે સકારાત્મક અસર કરી રહ્યો છે અને આ આપત્તિની પરિસ્થિતિમાં માનવતાવાદી ભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરું પાડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech