સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર અને ગીર સોમનાથ, ઉત્તર ગુજરાતમાં પંચમહાલ દાહોદ, દક્ષિણ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માવઠાની ચેતવણી હવામાન ખાતા દ્વારા આપવામાં આવી છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ મહારાષ્ટ્રમાં લોઅર લેવલે સર્જાયેલા ટ્રફ અને અરબી સમુદ્ર તથા બંગાળની ખાડીમાંથી ફૂકાઈ રહેલા ભેજવાળા પવનના કારણે ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ ઉભો થયો છે. આવતીકાલે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ વરસાદ માટેની આગાહી કરવામાં આવી છે. આ બે દિવસ દરમિયાન ગુજરાતમાં પ્રતિ કલાકના ૩૦થી ૪૦ કિ.મી ઝડપે પવન ફૂંકાવાની પણ ચેતવણી આપવામાં આવી છે.
એક બાજુ માવઠાની આગાહી કરવામાં આવે છે તો બીજી બાજુ પોરબંદર ગીર સોમનાથ અને દીવમાં આજે હીટ વેવનું યલ્લો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. અમદાવાદ અમરેલી વડોદરા ગાંધીનગર પોરબંદર અને રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન નો પારો 40 ડિગ્રીને પાર કરી ગયો છે. સમગ્ર રાજ્યમાં સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં ગઈકાલે 41.1 ડીગ્રી નોંધાયું હતું અમરેલીમાં 40.1 પોરબંદરમાં 40 અમદાવાદમાં 40 અમરેલીમાં 40.1 વડોદરામાં 40.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગરમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.
સૌરાષ્ટ્રના અન્ય શહેરોના મહત્તમ તાપમાનની વાત કરીએ તો ભાવનગરમાં 38.8 ભુજમાં 39.6 દ્વારકામાં 30.8 જામનગરમાં 35.8 કંડલામાં 38 નલિયામાં 39 ઓખામાં 32.4 વેરાવળમાં 37.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું.દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે પણ ભેજનું પ્રમાણ વધી ગયું છે. દમણમાં 72 દ્વારકામાં 86 ઓખામાં 81 પોરબંદરમાં 47 સુરતમાં 70 અને વેરાવળમાં 70% ભેજ આજે સવારે નોંધાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુનીલ શેટ્ટીએ બોર્ડરમાં કામ કરવાની ચોખ્ખી ના પડી દીધી હતી
May 19, 2025 12:12 PMશાંત રહેવાથી પણ બદલાઈ શકે છે જીવન, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મળે છે 5 ફાયદા
May 19, 2025 12:10 PMસલમાન ગલવાન સંઘર્ષ પર આધારિત ફિલ્મમાં કર્નલની ભૂમિકા ભજવશે
May 19, 2025 12:09 PMકમલ હાસનનું 30 વર્ષ નાની અભિનેત્રી સાથે લીપલોક ચર્ચામાં
May 19, 2025 12:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech