ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગર 42.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે. 14 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. અમરેલી, ભાવનગર, કચ્છ, સુરત અને બનાસકાંઠામાં વોર્મ નાઈટની આગાહી કરવામાં આવી છે, એટલે કે આ જિલ્લાઓમાં રાત્રે પણ ગરમીનું પ્રમાણ વધુ રહેશે. રાત્રે પણ 30 ડિગ્રીથી વધુ તાપમાન રહેવાથી લોકોને ઊંઘવામાં મુશ્કેલી પડી શકે છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં વારંવાર સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને માર્ચમાં સક્રિય થયેલી એેન્ટિ સાઈક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસરથી માર્ચના પ્રથમ અઠવાડિયાથી જ રાજ્યમાં આકરી ગરમી શરૂ થઈ છે. આ સિસ્ટમની અસરથી હીટવેવનું મોજું ફરી વળ્યું છે, જેના કારણે માર્ચમાં ગરમીનો પારો ગત વર્ષ કરતાં 16 દિવસ પહેલાં 40 ડિગ્રીએ પહોંચ્યો છે. હવામાન વિભાગે આજે રેડ એલર્ટ અને બુધવારે ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
જ્યારે દિવસની સાથે રાતના તાપમાનમાં પણ વધારો થાય છે, ત્યારે તેને વોર્મ નાઈટ કહેવામાં આવે છે. આ સ્થિતિમાં રાતનું તાપમાન 30 ડિગ્રીથી વધુ થઈ જાય છે અને હવા ઠંડી થતી નથી. જેને કારણે રાત્રે પણ ભારે ગરમીનો અહેસાસ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application70 મોબાઇલ ફોન ઓળવી જવા મામલે આરોપીની આગોતરા અરજી હાઇકોર્ટે ફગાવી
March 12, 2025 02:51 PMઅમેરિકાથી દેશનિકાલ કરાયેલા હરિયાણાના વ્યક્તિ દ્વારા ગુજરાતમાં 2 એજન્ટો વિરુદ્ધ ફરિયાદ
March 12, 2025 02:49 PMટ્રમ્પે કેનેડાથી આવતા સ્ટીલ-એલ્યુમિનિયમ પર બમણા ટેરિફની જાહેરાત કરી
March 12, 2025 02:44 PMકટારીયા ચોકડી બ્રિજ, રિંગ રોડ-૨ ફોર ટ્રેકનું માર્ચ એન્ડિંગમાં સીએમના હસ્તે ખાતમુહૂર્ત
March 12, 2025 02:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech