હિટ વેવમાંથી મુક્તિનો આનંદ હજુ પૂરો પણ નથી થયો ત્યાં આગામી તારીખ 15 ને મંગળવારથી સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી ગરમીનું જોર વધશે તેવી ચેતવણી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે રાજકોટ અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ગરમીનું પ્રમાણ વધુ રહેશે અને તે માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ તારીખ 15 થી 17 દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે. મહત્તમ તાપમાનનો પારો આ સમયગાળા દરમિયાન ચારથી પાંચ ડિગ્રી જેટલો વધી જશે અને અનેક જગ્યાએ 42 થી 44 ડિગ્રી આસપાસ મહત્તમ તાપમાન નોંધાશે. ગઈકાલે શુક્રવારે સમગ્ર રાજ્યમાં એક માત્ર રાજકોટમાં જ મહત્તમ તાપમાન નો પારો 40 ડિગ્રી થી વધુ હતો. તે સિવાય તમામ જગ્યાએ મહત્તમ તાપમાન 40 ડિગ્રી થી નીચે આવી ગયું છે. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40.3 ડીગ્રી નોંધાયું હતું.
ગુજરાત ઉપરાંત પંજાબ હરિયાણા અને રાજસ્થાનમાં પણ હિટવેવનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી તારીખ 17 સુધી ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેવાની આગાહી હવામાન ખાતાએ કરી છે. આ પ્રકારના વાતાવરણના કારણે બેચેની અને અકળામણ વધી જાય છે.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે પણ વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે વધુ રહ્યું હતું. અમરેલીમાં 83 ભુજમાં 84 ભાવનગરમાં 78 દ્વારકામાં 84 કંડલામાં 80 નલિયામાં 72 ઓખામાં 83 પોરબંદરમાં 85 સુરતમાં 75 વેરાવળમાં 86 ટકા ભેજ સવારે નોંધાયો હતો રાજકોટમાં આજે સવારે ભેજનું પ્રમાણ 83 ટકા નોંધાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech