રાજકોટમાં રેસકોર્સ નજીક ગેલેક્સી ટોકીઝના બિલ્ડીંગ પાસે ગોંડલના રિક્ષા ચાલકને ફોનમાં કોઈ સાથે બોલાચાલી થયા બાદ તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં એનું મોત નીપજ્યું હતું. યુવકનું મોત હાર્ટ એટેકથી થયાનું તબીબને પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. જો કે સાચું કારણ જાણવા પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. રહેતા અને રિક્ષા હંકારતા રાજુભાઈ ભરતભાઈ મારુણીયા (ઉ.વ.35)નામના યુવક ગઈકાલે પોતાની રિક્ષામાં ગોંડલથી કેટરર્સમાં કામ કરતા મહિલાઓને બેસાડી રાજકોટ આવ્યો હતો અને પાછા પરત જઈ રહ્યા હતા ત્યારે ગેલેક્સી ટોકીઝ પાસેના બિલ્ડીંગ પાસે રિક્ષા પહોંચતા ચાલકને છાતીમાં દુખાવો થતા કેટરર્સના મહિલાઓ તેને બીજી રિક્ષામાં બેસાડી સીવીલ હોસ્પિટલએ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા ગમગીની છવાઈ હતી. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે પ્ર.નગર પોલીસને કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
રિક્ષામાં સવાર કેટરર્સના મહિલાઓના કહેવા મુજબ અમે ગોંડલથી રિક્ષા ભાડે કરી રાજકોટ પ્રસંગમાં કેટરર્સના કામે આવ્યા હતા. પ્રસંગ પૂરો થયા બાદ પરત ગોંડલ જઈ રહ્યા હતા ત્યારે રેસકોર્ષ પાસે પહોંચતા રિક્ષા ચાલક રાજુભાઈને મોબાઈલમાં કોઈનો ફોન આવ્યો હતો અને મોટે મોટેથી પૈસા બાબતની કોઈ સાથે વાતચીત કરતા હતા અને ખીજમાં ફોન પણ પછાડ્યો હતો એ પછી પોતાને છાતીમાં દુ:ખાવો શરૂ થતાં તેને અમે બીજી રિક્ષામાં સિવિલ હોસ્પિટલએ લઈ ગયા હતા પરંતુ જીવ બચી શક્યો નહતો. બનાવની જાણ તેના પરિવારને કરતા પરિવારજનો પણ રાજકોટ આવી ગયા હતા.
મૃતકને સંતાનમાં બે દીકરી એક દીકરો છે. યુવકને હાર્ટ અટેક આવી ગયાનું લાગી રહ્યું છે. પરંતુ કોઈ માથાકૂટમાં યુવકે કાંઈ ઝેરી પ્રવાહી પી લીધું હોઈ એ શંકાએ પોલીસે ફોરેન્સિક પીએમ કરાવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણી શકાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech