હળવદ તાલુકાના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો બોકસ પેક દવાઓ અને બાટલીનો જથ્થો રઝળતો મળી આવ્યો હતો,તાલુકા ભાજપ પ્રમુખે જવાબદાર સામે કાર્યવાહી કરવા માંગીણી કરી હતી. આ દવાઓનો જથ્થો ગુજરાત સરકારના ઉપયોગ માટેનું લખાણ લખેલું હતું.ત્યારે સમગ્ર મયાપુરના ગ્રામજનો એકઠા થઈને ન્યાય આપોના સૂત્રોચાર કરી સચોટ તપાસ કરવા માંગણી કરી હતી અને જો યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી જવામાં અમે ખચકાશુઇ નહીં તેવી ચીમકી ઉચ્ચારી હતી.મયાપુર ગામના યુવકનું અપહરણ કરી રવીવારે જે રોડ પરથી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો તે ભરત ગોવિંદ કણઝરીયા નામના યુવકે નાખ્યો હોય તેવું લખાવી કોરા કાગળ પર સહી કરી ભીનુ સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુવાનને કોઈ નંબર વગરની કારમાં પોલીસ સ્ટેશન આજુબાજુ લઈ જવામાં આવ્યો હતો યાં પોલીસ સ્ટેશન બહાર કોરા કાગળમાં સહી કરાવવામાં આવી હતી આ મામલે સમસ્ત મયાપુર ગામના ગ્રામજનો ભેગા થઈ સુત્રોચાર કરી ન્યાય આપો અને આમાં જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી જર પડે ગાંધીનગર સુધી લડી લેવાનું આહવાન કયુ હતું, જે કોઈ કર્મચારી કે અધિકારી આમાં સંડોવાયેલા હોય તેને સસ્પેન્ડ નહીં પરંતુ ડિસમિસ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી . આ મામલે તાલુકા ભાજપ પ્રમુખ ભરતભાઈ કણઝરીયાએ કહ્યું કે ગઈ કાલે મેં આ આખી ઘટના ઉજાગર કરી હતી જેમાં મને આ ઘટના માં ભીનુ સંકેલવા ફોન આવ્યા પરંતુ હત્પં કોઈ પણ અધિકારી ને છોડવાનો નથી દરેક સામે કાયદેસરની કાર્યવાહી થવી જ જોઈએ. માયાપુર ગામથી ઈંગોરાળા રસ્તા વચ્ચેથી મોટી માત્રમાં દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. આ બાબતે ભોગ બનનાર ભરત ગોવિંદ કણજારીયા એ જણાવ્યું હતું કે સાંજના સમયે કોઈ અજાણ્યો શખ્સ નંબર વગરની કાર લઈને આવીને મને હળવદ પોલીસ સ્ટેશનની આજુબાજુમાં લઈ જઈને ઓળખ કાગળમાં સહી કરાવી હતી જેમને હત્પં ઓળખતો નથી. ત્યારે સૌ ગ્રામજનોએ એક જ વાત કરી હતી કે ભરત ગોવીંદ એ ગામના સામાન્ય માણસ છે જેને આ દવાના કેસમાં ખોટી રીતના આરોગ્યતત્રં દ્રારા ફસાવવામાં આવી રહ્યો છે તો આની ન્યાયિક તપાસ થાય તેવી માંગણી કરી હતી.આ બાબતે હળવદ બ્લોક હોય તો ઓફિસર ચિંતન દોશીને ઉસ્તાદ તેમને જણાવ્યું હતું કે હત્પં રજા ઉપર છું પરંતુ આ બાબતની યોગ્ય તપાસ થાય તેવી કામગીરી કરવામાં આવી રહી છે.
આ બાબતે ટીકર ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર પરેશ પટેલે જણાવ્યું હતું કે મેં પંચનામું કયુ હતું અને પંચનામુ કર્યા બાદ ભરત ગોવિંદની સાઈન લીધી હતી તેનું અપહરણ કરી ગાડીમાં કોણ લઈ ગયું તે મને ખબર નથી જે તપાસનો વિષય છે..ખરેખર હાલ તો આ વિષય સમગ્ર હળવદ પંથકમાં ટોક ઓફ ધ ટાઉન બનીને ચર્ચાઈ રહ્યો છે આગામી દિવસમાં આમાં કોથળામાંથી બિલાડું શું નીકળે તે જોવાનું રહ્યું..લોકોને મળવી જોઈ તે દવા જાહેરમાં કચરામાં ફેંકી દેવામાં આવેલ આવી ગંભીર બેદરકારી અને બીજા લોકો માટે જીલણ સાબિત થાય તેવી બેદરકારી દાખવનાર અધિકારી અને કર્મચારી સામે આકરા પગલા લેવા ગ્રામજનોની ઉગ્ર રજૂઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસ્ટારબક્સ 1100 કર્મચારીઓને કાઢી મુકશે: યાદી તૈયાર કરાઈ
February 25, 2025 02:26 PMબોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને જામનગરના ધારાસભ્યએ શુભકામનાઓ પાઠવી
February 25, 2025 01:59 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech