બેંક દ્વારા ગેરકાયદે અપાયેલી ઓવરડ્રાફ્ટ ફેસેલિટીમાં તે વસુલાત મેળવી શકે નહિ

  • March 26, 2025 03:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની વિજય કોમ. કો-ઓ. બેંકે ઓવર ડ્રાફ્ટ રકમ રૂ.૧૧ લાખ વસુલ મેળવવા કરંટ ખાતેદાર સામે કરેલો દીવાની દાવો સિવિલ કોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો છે.

આ કેસની હકીકત મુજબ, રાજકોટમાં વિજય કોમર્શીયલ કો-ઓ. બેંક લી.એ રાજકોટની સિવિલ કોર્ટ સમક્ષ શહેરના સેતુ એન્ટરપ્રાઈઝના માલિક સુનિલ જયેન્દ્રભાઈ ત્રિવેદી સામે એવો દાવો કરેલ કે, સુનિલભાઈ ત્રિવેદી બેંકમાં ઘણા લાંબા સમયથી કરંટ એકાઉન્ટ ધરાવતા હોય, તેણે ઓવર ડ્રાફટ ફેસેલિટીની અરજી કરેલ અને અલગ અલગ સમયે આ ફેસેલીટીનો ઉપયોગ કરી બેંક પાસેથી રકમો મેળવેલ. જેમાં રૂ.૧૧,૦૧,૯૩૮ મેળવવા બેંકે દાવો દાખલ કરેલ. આ દાવામાં સુનિલભાઈ તરફથી ધારાશાસ્ત્રી નિલેશ જી. પટેલે બેંકના અધિકારીની ઉલટ તપાસ કરી એવો બચાવ લેવામાં આવેલ કે બેંકે ઓવરડ્રાફટ ફેસેલીટી અંગેના બેંકના નિયમો તેમજ ગુજરાત સહકારી અધિનિયમની જોગવાઈઓનું પાલન કર્યા વગર તેમજ કાયદાની જોગવાઈ બહાર જઈને આ ફેસેલીટી આપી છે. બેંકે ઓવરડ્રાફટ ફેસેલીટી કાયદેસર રીતે મંજુર કરેલ નથી. બેંકે ગેરકાયદેસર રીતે ઓવર ડ્રાફટ ફેસેલીટી આપેલ હોય તો તેની વસુલાત બેંક કરી શકે નહીં. રજુઆતો ધ્યાને લઈ કોર્ટે દાવો નામંજુર કરેલ છે. આ દાવામાં પ્રતિવાદી વતી સહકારી ક્ષેત્રના એડવોકેટ નિલેશ જી. પટેલ, રેખા ઓડેદરા, રીધ્ધી પીલોજપરા તેમજ સહાયકો દીપાલી નકુમ, ભાવિકા અમલ રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application