આ નવા નિયમોનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે બાળકો નાની ઉંમરથી જ પૈસાની સમજ રાખે, જવાબદાર રીતે તેનો ઉપયોગ કરે અને ધીમે ધીમે નાણાકીય સ્વતંત્રતા તરફ આગળ વધે.
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બાળકોના બેંક ખાતાઓને લઈને નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે, જેનાથી હવે બાળકોને નાની ઉંમરથી જ બચત અને નાણાકીય પ્લાનિંગની આદત પાડવામાં મદદ મળશે. આ નવા નિયમો અનુસાર, હવે કોઈપણ સગીર (કોઈપણ ઉંમરનું બાળક) પોતાના માતા-પિતા અથવા કાયદેસરના વાલીની મદદથી સેવિંગ્સ અથવા ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી શકશે. ખાસ વાત એ છે કે માતાને પણ વાલી તરીકે માન્યતા આપવામાં આવી છે, જે RBIએ પહેલા 1976ના એક જૂના સર્ક્યુલરમાં પણ સ્પષ્ટ કર્યું હતું.
શું છે નવી ગાઈડલાઈન્સ?
જો કોઈ બાળક 10 વર્ષ કે તેથી મોટું છે, તો તે પોતાની ઇચ્છાથી પોતે પણ સેવિંગ્સ અથવા ટર્મ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવી અને તેને ઓપરેટ કરી શકે છે. પરંતુ આ માટે બેંક પોતાની રિસ્ક મેનેજમેન્ટ પોલિસી હેઠળ કેટલીક શરતો અને લિમિટ નક્કી કરશે, જેને સ્પષ્ટ રીતે તે બાળકને સમજાવવી પણ જરૂરી હશે.
જેવું જ બાળક 18 વર્ષનું એટલે કે પુખ્ત વયનું થઈ જાય છે, બેંકે તેની પાસેથી નવું ઓપરેટિંગ ઇન્સ્ટ્રક્શન અને હસ્તાક્ષર (સિગ્નેચર) લેવા પડશે. જો ખાતું પહેલા તેના માતા-પિતા અથવા વાલી ચલાવી રહ્યા હતા, તો બેંક બેલેન્સની પુષ્ટિ પણ કરશે. આ માટે બેંક પહેલેથી જ સંબંધિત માહિતી બાળકો અને તેમના વાલીઓને ઉપલબ્ધ કરાવશે, જેથી આ પ્રક્રિયા સરળતાથી પૂરી થઈ શકે.
બાળકોને મળશે આ સુવિધાઓ
આ ઉપરાંત, બેંક ઇચ્છે તો બાળકોને ઇન્ટરનેટ બેંકિંગ, ATM/ડેબિટ કાર્ડ અને ચેક બુક જેવી સુવિધાઓ પણ આપી શકે છે, બશર્તે તે બેંકની પોલિસી, પ્રોડક્ટની યોગ્યતા અને ગ્રાહકની પ્રોફાઇલને અનુરૂપ હોય. જો કે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બાળકોના ખાતામાં ઓવરડ્રાફ્ટની સુવિધા નહીં હોય અને ખાતામાં હંમેશા પોઝિટિવ બેલેન્સ રહેવું ફરજિયાત છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech