વિધાનસભાના નિયમોના નિયમ-૧૧૬ હેઠળની તાકીદની જાહેર અગત્યની બાબત પર નિવેદન આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં એક મહત્વનો નિર્ણય લેવાયો હતો જે અંતર્ગત દર મહિને એકવાર પોલીસ કમિશનર પોલીસ અધિક્ષક અને પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સંકલનની બેઠક યોજાઇ રહી છે. તેમાં સુરત ખાતે આરટીઆઇ કાયદાનો દુરૂપયોગ કરી સામાન્ય નાગરિકોના પૈસા પડાવવામાં આવી રહ્યા હોવાનો એક ગંભીર પ્રશ્ન ધ્યાને આવ્યો હતો. ત્યારબાદ આરટીઆઇ કાયદાનો દુરૂપયોગ કરનાર ચીટર ગેંગના સભ્યોને એક પછી એક પકડી પાડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે.
મંત્રીએ જણાવ્યુ કે, લોકોમાં જાગૃતતા લાવવા, સરકારી સિસ્ટમમાં ભ્રષ્ટાચાર નિવારવા, પારદર્શકતા લાવવા આરટીઆઈનો પવિત્ર કાયદો અમલમાં છે, ત્યારે આ કાયદાનો દુરૂપયોગ કરનાર શખ્સો સામે ગુજરાત પોલીસે રાજ્યભરમાં કુલ ૬૭ ગુનાઓ દાખલ કરી કડકમાં કડક કાર્યવાહી કરી છે, જે એક શરૂઆત છે. આવનારા દિવસોમાં આવા તત્વો સામે હજુ સખતાઇપૂર્વક કાર્યવાહી કરવામાં આવશે. આ કાયદાનો દુરૂપયોગ બિલકૂલ ચલાવી લેવાશે નહિ. “સુધરી જાવ કે જેલમાં જાવ”ની કડક ચેતવણી ગૃહ રાજ્ય મંત્રીએ વિધાનસભા ગૃહમાંથી રાજ્યમાં આવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા તત્વોને આપી છે.
મંત્રીએ સુરત શહેરમાં બનેલા આવા બનાવો અંગે ઉમેર્યું કે, સુરત શહેરમાં અમુક લેભાગુ તત્વો દ્વારા RTI એક્ટીવિસ્ટ તથા યુ-ટ્યુબર તરીકે RTI એક્ટ હેઠળ ખોટી-ખોટી અરજીઓ કરી ખોટા સમાચાર છાપી બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વ્યક્તિઓને બદનામ કરી ખોટી રીતે હેરાન પરેશાન કરી તેમની પાસેથી બળજબરીપૂર્વક પૈસા પડાવતા હોવા અંગેની રજુઆત પોલીસ કમિશ્નરને સંકલન બેઠકમાં મળી હતી. જે અંતર્ગત એસઓજીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સુચના આપી આવી રીતે હેરાન-પરેશાન થયેલા લોકોને પોલીસ સમક્ષ ફરિયાદ આપવા અપીલ કરવામાં આવી હતી. સુરત શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આરટીઆઇની આડમાં નાણાં પડાવવા અંગેના કુલ ૨૪ ગુનાઓ તેમજ ન્યુઝમાં છાપવાની તેમજ અન્ય રીતે દાબ દબાણ આપી બાંધકામ તોડાવી પાડવાની ધમકી આપી નાણાં પડાવવા અંગેના કુલ ૧૭ ગુનાઓ એમ ૫૦ આરોપીઓ સામે કુલ ૪૧ ગુનાઓ દાખલ થયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech