શહેરની માધાપર ચોકડી પાસે અવધ રેસીડન્સીમાં રહેતા પરિણીતા સામે ખરાબ નજરે જોયા કરી પરેશાન કરનાર શખસને પોલીસ ફરીયાદ કરવાનું કહેતા અન્ય શખસે આ પરિણીતાનો હાથ પકડી ફરીયાદ નહીં કરવા ધમકી આપી હતી.આ અંગે પરિણીતાના ફરિયાદ પરથી પોલીસે બંને શખસો સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
સતામણીના આ બનાવની જાણવ મળતી વિગતો મુજબ,37 વર્ષીય પરિણીતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અવધ રેસીડન્સી વિસ્તારમાં જ રહેતા ભાણજી અને એભલના નામ આપ્યા છે. પરિણીતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ત્રણેક વર્ષથી આરોપી ભાણજી મારી સામે નજર બગાડી એકલી હોવ ત્યારે સામે જોયા કરે છે. હું તેને સામુ જોવાની ના પાડુ તો તે કહેતો કે, હું તો તારા સામે અમસ્તા જોયા કરૂં છું. ત્યારબાદ અવાર નવાર સામે જોવાની ના પાડવા છતાં ઘરે એકલી હોય અને દરવાજો ખોલે ત્યારે આરોપી દરવાજા સુધી આવી પરેશાન કરતો હતો.
આ અંગે પરિણીતાએ પતિ સહિતનાને વાત કરી હતી. આમ છતાં આરોપી પરેશાન કરતો હોઇ ગઈ તા.20નાં ઘરનો દરવાજો ખુલો હતો ત્યારે આરોપી દરવાજા પાસે આવી ગયો હતો. આ કારણે પરિણીતાએ પોતાના પતિને જાણ કરતાં પતિએ શું થયું? પુછતાં તેણીએ ભાણજીભાઈ ઉંબરા પાસે આવી ગયા છે તેમ કહેતાં તેણીના પતિ ઉભા થતાં ભાણજી ભાગી ગયો હતો. થોડીવાર બાદ ફરી આવી મોટા અવાજે બુમાબુમ કરી તેના પતિને બહાર નિકળો એટલે તમને જોઈ લેવા છે, તમારુ મકાન ખાલી કરાવું છું કહેતા 181ને જાણ કરી હતી. આ સમયે આરોપી એભલ પણ ત્યાં આવી જતા તેણે ભાણજીનો પક્ષ લઈ ફરિયાદ નહીં કરવા જવાનું કહી તેણીનો હાથ પકડી રોકી હતી. પરંતુ તેણી નહીં રોકાતા અમે તમને લાંબા કરી દેશું, તમને ધંધો પણ નહીં કરવા દઇએ તેવી ધમકી આપી હતી.
અંતે પરિણીતાએ આ મામલે પોલીસ ફરિયાદ કરતા યુનિવર્સિટી પોલીસે બંને આરોપીઓ સામે છેડતી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ ડી. આર. રત્નુ ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech