હળવદ નગરપાલિકા દ્વારા હળવદ શહેરના સરકારી અને ખાનગી હોસ્પિટલ, મોલ તેમજ હોટલ સહિત કુલ ૪૩ ઈસમોને નોટિસ પાઠવવામાં આવી હતી. નોટિસમાં જણાવ્યા અનુસાર ત્રણ દિવસની અંદર ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવાની તાકીદ કરવામાં આવી છે. તેમજ એનઓસી સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણ દિવસની અંદર હળવદ નગરપાલિકાને જવાબ આપવામાં આવે તે મુજબની સૂચના આપવામાં આવી હતી. તેમજ સ્કૂલ, કોલેજ, મોલ ખાનગી અને સરકારી હોસ્પિટલ દ્વારા ફાયર સેફટી નિયમોનું ચુસ્તપણે અમલ કરવામાં આવે તે પ્રકારની વ્યવસ ઉભી કરવામાં આવે તેમજ બાંધકામ પરવાનગી અને જીઈબી સીઆરની જોગવાઈ મુજબ બાંધકામ કરવામાં આવેલું હોય તો તે માટેની ત્રણ દિવસમાં તાકીદ કરવા સૂચના આપવામાં આવી છે. રાજકોટ અગ્નિકાંડ માંથી બોધ લઈને હળવદ વહીવટી તંત્ર દ્વારા ૭ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમ ્મા નગરપાલિકા સહિત ૭ વિભાગની કમિટી દ્વારા સ્ળ તપાસ શુરૂ કરવામાં આવી છે, શહેરમાં ફાયર એન.ઓ.સી. વિના ચાલતા મોલ, હોસ્પિટલ, હોટલ સહિતના એકમો સામે કાર્યવાહીનો દૌર શુરૂ્ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech