હળવદ શહેરમાં છેલ્લા એક દશકમાં કુદકે ને ભુસકે વિકાસ થઈ રહ્યો છે સાથે સાથે પ્રદૂષણનો પણ પ્રશ્ન વિકાળ બનતો જાય છે ત્યારે હળવદ શહેરમાં કુદરતી છાયડો હરવા ફરવા લાયક ગાર્ડન લાખો રૂપિયાના ખર્ચે વોર્ડ નંબર ચારમાં ભીડભંજન મહાદેવ પાસે માધાપર વિસ્તારનો બગીચો મેન્ટેન્સના અભાવે ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે. હળવદના વોર્ડ નંબર ચારમાં ભીડભંજન મહાદેવ પાસે સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યો હતો. જેમાં બાળકોને રમવા માટેના સાધનો, વૃક્ષ ,લાઇટો, ફુવારો,લાખો રૂપિયાના ખચે નાખવા આવ્યા હતા. ફરવા લાયક ગાર્ડન બનાવ્યો હતો. નગરપાલિકા તંત્રની અણઆવડતના કારણે છેલ્લા કેટલાક સમયથી બગીચામાં અંધારપટ રહેતા વાલીઓ તથા બાળકોમાં રોષની લાગણી ફેલાય છે,આ વિસ્તારનો માત્રને માત્ર એક જ હરવા ફરવા લાયક ગાર્ડન હોવાથી લોકો જાય તો ક્યાં જાય, બગીચામાંથી ્ફુવારા ઉઠાવી ગયા છે બંધ હાલતમાં જોવા મળે છે.
,રમતગમતના સાધનો પણ વેરવિખેર હાલત જોવા મળે છે,ગાર્ડનમાં ગંદકી ઠગલા ,પાણી ખાબોચિયા, જે પાણીનો ટાંકો આવેલ છે તેનું ઢાંકણું પણ ખુલ્લું અવસ્થામાં છે જે ગમે ત્યારે મોટો અકસ્માત નોતરી શકે છે,શું તંત્ર મોટા અકસ્માત ની રાહ જોય રહ્યું છે?તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે લાઈટો ચાલુ કરવામાં આવે તેમ જ ખુલ્લાં ટાંકાનું ઢાંકણું બંધ કરવામાં આવે તેવી આ વિસ્તારના વાલીઓમાં માંગણી ઉઠવા પામી છે અંધારાના કારણે નાના નાના બાળકોને અનેક મુશ્કેલીઓ વેઠવી પડે છે. ગમે ત્યારે જીવજંતુ કરડી જવાનો ડર વાલીઓમાં રહે છે તો હળવદ નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે માધાપર ના બગીચનોનું યોગ્ય રીતે સાર સંભાળ ચાલુ કરવામાં આવે તેવી આ વિસ્તારના રહીશોમા માંગણી ઊઠવા પાણી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech