રાજકોટ મહાનગરપાલિકાના કોમ્યુનિટી હોલ ખૂબ સસ્તા ભાડેથી મળતા હોય ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના પરિવારો લ સહિતના પ્રસંગોમાં કોમ્યુનિટી હોલનું બુકિંગ કરાવવા માટે પડાપડી કરતા હોય છે. દરમિયાન હાલ સુધી યારે પણ મહાનગરપાલિકા, વિધાનસભા કે લોકસભાની ચુંટણી આવે ત્યારે ચૂંટણી કામગીરી માટે કોમ્યુનિટી હોલની ફાળવણી કરવાની થતી હોય અનેક પરિવારોના પ્રસંગોના બુકિંગ રદ કરીને ચૂંટણી કામગીરી માટે હોલની ફાળવણી કરવામાં આવતી હતી પરંતુ આગામી લોકસભા ચૂંટણીમાં કોઇ પણ પરિવારના લ પ્રસગં સહિતના કોઇ પણ પ્રસંગોના બુકિંગ રદ નહીં કરાય તેમ જાણવા મળે છે.
વિશેષમાં મ્યુનિ.સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ, આ વર્ષે લોકસભા ચૂંટણી અને લગાળો સાથે હોય ચૂંટણી કામગીરી માટે અગાઉથી જ શહેરના પારડી રોડ ઉપર આવેલા રણછોડદાસબાપુ મ્યુનિ.કોમ્યુનિટી હોલના બન્ને યુનિટ અગાઉથી જ રિઝર્વ રાખવામાં આવ્યા છે, જેથી અન્ય કોઇ કોમ્યુનિટી હોલના બુકિંગ રદ કરાશે નહીં. જો ચૂંટણી કામગીરી માટે આવેલા સ્ટાફને ઉતારો આપવા કે અન્ય કામગીરી માટે જર પડશે તો આવાસ યોજનામાં ખાલી પડેલા આવાસો, હાલ વેકેશન હોય ખાલી પડેલી શાળાઓ કે મહાપાલિકાના અન્ય સંકુલોની ફાળવણી કરાશે.
સૂત્રોએ ઉમેયુ હતું કે તાજેતરમાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્રારા પણ ચૂંટણી કામગીરી અંતર્ગત બંદોબસ્ત ફરજમાં બહારથી આવનાર સ્ટાફ માટે કોમ્યુનિટી હોલની માંગણી કરતો પત્ર મહાનગરપાલિકાને પાઠવવામાં આવ્યો હતો પરંતુ તેમાં કયાં આગળ કે કેટલા હોલ જેવી કોઇ ચોક્કસ વિગતો દર્શાવાઇ ન હોય તેમને આ અંગે જરી સ્પષ્ટ્રતા કરવા પ્રત્યુતર પાઠવવામાં આવ્યો છે પરંતુ ત્યારબાદ પોલીસ તત્રં તરફથી આજ દિવસ સુધી કોઇ જવાબ અપાયો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech