તાંત્રીક વિધિથી ૪૫ કિલો સોનું અને ૧૫ કરોડ રોકડ મળશે તેવી લાલચ આપી રાજકોટના નણંદ–ભોજાઇ પાસેથી .૧.૧૬ લાખ પડાવી લેવા ઉપરાંત ભોજાઇ પર દુષ્કર્મ અને સૃષ્ટ્રિવિદ્ધનું કૃત્ય આચરનાર મૂળ બિહારના વતની બાદમાં જયપુર સ્થાય થયેલા તેમજ છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્ર્રમાં કપડાની ફેરી કરનાર ઢોંગી ગુજી ભૂષણપ્રસાદ રાજદેવપ્રસાદ સૈની (ઉ.વ.૫૭)ને પોલીસે માંગરોળ નજીકથી ઝડપી લીધો હતો.આ શખસે અન્યને પણ આ રીતે શિકાર બનાવ્યાની શંકાએ પોલીસે તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં રહેતી ૩૦ વર્ષીય મહિલાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, માંગરોળમાં રહેતા કુટુંબીજનના માધ્યમથી એક તાંત્રિકનો પરિચય થયો હતો. કુટુંબીજને એવી વાત કરી હતી કે, આ તાંત્રિક ઘરમાં જમીનની નીચે રહેલી કિંમતી ચીજવસ્તુઓ અને ઝવેરાત હોય તો તે કાઢી આપે છે. દરમિયાન મે મહિનામાં આ તાંત્રિક રાજકોટ આવ્યા ત્યારે ફરિયાદી મહિલાના સાસુને આ વાતની જાણ થઈ હતી અને તાંત્રિકને મહિલા પોતાના ઘરે લઈ આવ્યા હતા. ઘરમાં આંટો માર્યા બાદ એક જગ્યા પર મમાં ઊભા રહીને ઈસકે અંદર સે ૪૫ કિલો સોના નીકલેગાની વાત કરી હતી અને મહિલાને લીંબુ લઈ આવવાનું કહી થોડી વિધિ કરી હતી. આ સમયે મહિલાના નણદં પણ ત્યાં હાજર હતા. તેઓને પણ હત્પં તમને ૧૫ કરોડ પિયા બનાવી દઈશ કહીને તેમની પાસેથી .૮૦,૦૦૦ ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા અને ફરિયાદી મહિલાને સોનું કાઢી આપવાની લાલચ આપી ૩૬ હજાર પિયા રોકડા લઈ લીધા બાદ તાંત્રિક ચાલ્યો ગયો હતો.
બે દિવસ બાદ તાંત્રિક ફરી મહિલાના ઘરે આવ્યો હતો અને મહિલાના પતિ–સાસુ અને નણંદને મની બહાર રાખ્યા હતા અને મહિલાને અંદર લઈ જઈ નિર્વક્ર કરી શારીરિક છેડછાડ કરી હતી અને એવું કહ્યું હતું કે, અભી શકિત નહીં મિલ રહી હે કહી જતો રહ્યો હતો. ત્રણ દિવસ બાદ ફરી તાંત્રિક મહિલાને ઘરે આવ્યો હતો.દરમિયાન તા.૪–૬–૨૦૨૪ના રોજ તાંત્રિક ફરી મહિલાના ઘરે આવી ખુલ્લા મોટા મમાં લઈ ગયો હતો. યાં મમાં એક ખાડો ખોદાવ્યો હતો અને થોડી વિધિ કરી કહ્યું હતું કે, આમાંથી સોનું ભરેલ હાંડો નીકળશે જે આવતીકાલે શુદ્ધ થઈ જાય પછી આપણે કાઢી લઈશું. આટલું કહ્યા બાદ મહિલાના પતિને મમાંથી બહાર કાઢી મહિલા સાથે સૌ પ્રથમ સૃષ્ટ્રિવિદ્ધનું કૃત્ય આચયુ હતું. ત્યારબાદ દુષ્કર્મ આચરી કાલે સોનાનો ઘડો કાઢી દઈશ કહીને જતો રહ્યો હતો.
૫ જૂનના રોજ તાંત્રિકનો મહિલાના પતિને ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, મમાં જે ખાડો ખોધો છે તે બૂરી દો. હત્પં સાંજે સાડા સાત વાગ્યે ઘરે આવીશ તેવું કહ્યું હતું. જોકે મોડીરાત સુધી તાંત્રિક ન આવતા તેમના મોબાઈલ ફોન પર સંપર્ક કરવાની કોશિશ કરતાં સ્વિચઓફ આવતો હતો. બાદમાં આજદિન સુધી તાંત્રિકનો કોઈ અત્તોપત્તો ન લાગતા મહિલાએ તેના પતિને પોતાની સાથે બનેલી ઘટનાની વાત કરી હતી. બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ભકિતનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં એએસઆઇ નિલેશભાઇ મકવાણા સહિતના સ્ટાફે મોબાઈલ નંબરના આધારે તાંત્રિકની શોધખોળ શ કરતાં તે કોડીનાર પંથકમાં હોવાની જાણ થતાં ટીમ અહીં પહોંચી હતી અને માંગરોળ નજીકથી મૂળ બિહાના વતની બાદમાં રાજસ્થાનના જયપુરના સ્થાય થયેલા અને ત્યાં કાપડનો ધંધો કરતા ભૂષણપ્રસાદ રાજદેવપ્રસાદ સૈની (ઉ.વ.૫૭)ની અટકાયત કરી હતી. આ ઢોંગી ગુજીએ અન્ય કોઇને શિકાર બનાવ્યા છે કે કેમ? તે અંગે તપાસ કરવા પોલીસ આરોપીને આજે રિમાન્ડની માંગણી સાથે કોર્ટ સમક્ષ રજુ કરશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationBudget: સેવિંગ કરવામાં થઈ રહી છે તકલીફ? અપનાવો 50, 30 અને 20નો નિયમ...જુઓ પૂરી ગણતરી
April 18, 2025 07:32 PMયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech