વિસાવદરમાં ગુજસીટોક તેમજ હત્યાના ગુન્હામાં સંડોવાયેલ ઈસમ જામીન પર છુટ્યા બાદ વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી.પોલીસને જાણ ન થાય તે માટે પડોશીના મકાનમાં દારૂ છુપાવી દીધો હતો.પોલીસે દરોડો પાડી 63 હજારનો વિદેશી દારૂ કબ્જે કર્યો હતો અને છ ઈસમો સામે પ્રોહીબિશન અન્વયે ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વિસાવદરમાં રહેતા નાસીર રહીમ મૈતર હત્યા, હત્યાની કોશિશ તેમજ ગુજસીટોક સહિતના ગુન્હામાં સંડોવાયેલો હોય તેના દ્વારા દારૂની હેરાફેરી થતી હોવાની મળેલી બાતમીને આધારે વિસાવદર પીઆઇ પટેલ સહિતની ટીમ દ્વારા તપાસ હાથ ધરી હતી.ચકાસણી દરમિયાન નાસીર દ્વારા તેના ઘર પાસે આવેલ રફીક ચૌહાણના મકાનમાં દારૂ છુપાવ્યો હોવાની વિગત મળતા પોલીસે દરોડો પાડ્યો હતો. તપાસ કરતા મકાનમાંથી વિદેશી દારૂની બોટલ અને બિયરના ટીન મળી 62 હજારની કિંમતનનો 514 બોટલ દારૂ ઝડપી લીધો હતો. દારૂ અંગે પૂછપરછ કરતા દારૂ નાસીરનો માણસ અમિત ઉર્ફે ભૂરો યુનુસ સમા રાખી ગયો હોવાનું જણાવ્યું હતું.
વિસાવદર પોલીસે દારૂના જથ્થા સાથે નાસીર મૈતર, અમિત ઉર્ફે ભૂરો યુનુસ સમા, વિરેન ઉર્ફે વિકી પ્રવીણભાઈ વિંઝુડા, રામકુભાઈ કાળીયા, નાઝીમ રહીમ મૈયા એમ કુલ છ બુટલેગરને ઝડપી લીધા હતા.પોલીસે ઝડપાયેલ ઈસમો પાસેથી મોબાઇલ ,ત્રણ બાઈક સહિત કુલ 1.52 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વિસાવદર પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલ મુખ્ય આરોપી સામે ગુજસીટોક જામીનની શરત ભંગ અન્વયે કાર્યવાહી કરવામાં આવશે.ઝડપાયેલા ઈસમ દ્વારા શંકા ન જાય તેથી પોતાના મકાનના બદલે પાડોશીના મકાનમાં દારૂ છુપાવ્યો હતો.તમામ છ આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સાથે મારે સેટિંગ છે કોઈ દરોડો પાડવા નહીં આવે
બુટલેગર અને તેના માણસો મકાનમાં દારૂ મૂકવા ગયા ત્યારે મહિલા એકલા હતા તેણે પોલીસ દરોડો પાડવા આવશે તો શું થશે તેમ કહેતા નાસીરે મારે તમામ પોલીસ સાથે સેટીંગ છે.તમે ચિંતા કરશો નહીં કંઈ વાંધો પડે તો મને ફોન કરજો તેમ કહ્યું હતું.પરંતુ સ્થાનિક પોલીસે દારૂ ઝડપતા બુટલેગરની કારી ફાવી ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ : પોરબંદર જતી બસમાં સુપેડી નજીક લાગી આગ, મુસાફરોનો આબાદ બચાવ
November 17, 2024 01:55 PMરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech