શિક્ષણ મંત્રાલય દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ગત વર્ષે ૧૦મા અને ૧૨મા ધોરણની બોર્ડની પરીક્ષામાં દેશભરમાં ૬૫ લાખથી વધુ વિધાર્થીઓ નાપાસ થયા હતા. આ આંકડાઓ પરથી સ્પષ્ટ્ર થાય છે કે રાયમાં બોર્ડમાં નાપાસ થવાનું પ્રમાણ વધુ હતું. ૫૬ રાય બોર્ડ અને ત્રણ રાષ્ટ્ર્રીય બોર્ડ સહિત ૫૯ શાળા બોર્ડના ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ના પરિણામોના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે, સરકારી શાળાઓમાંથી ધોરણ ૧૨ની પરીક્ષામાં વધુ વિધાર્થિનીઓ હાજર રહી હતી, પરંતુ ખાનગી શાળાઓ અને સરકારી સહાયિત શાળાઓ માટે આનાથી ઊલટું હતું. ટકાવારીની ધ્ષ્ટ્રિએ જોવામાં આવે તો ગુજરાત બોર્ડના સૌથી વધુ ૪૦ ટકા વિધાર્થીઓ ધોરણ ૧૦માં નાપાસ થયા છે અને મધ્યપ્રદેશ બોર્ડના સૌથી વધુ ૪૦ ટકા વિધાર્થીઓ ધોરણ ૧૨માં નાપાસ થયા છે. બીજી તરફ, કેરળ બોર્ડના ૯૯ ટકા વિધાર્થીઓ ધોરણ ૧૦માં પાસ થયા છે, યારે રાયમાં ધોરણ ૧૨માં પાસ થયેલા વિધાર્થીઓની ટકાવારી માત્ર ૮૨ ટકા રહી છે.
આંકડાકીય માહિતી અનુસાર, ધોરણ ૧૦ના લગભગ ૩૩.૫ લાખ વિધાર્થીઓ આગળના વર્ગમાં બેસી રહ્યા નથી યારે ૫.૫ લાખ વિધાર્થીઓ પરીક્ષા આપી શકયા ન હતા અને ૨૮ લાખ નાપાસ થયા હતા. એ જ રીતે ધોરણ ૧૨ના લગભગ ૩૨.૪ લાખ વિધાર્થીઓ આગળના વર્ગમાં પહોંચ્યા નથી. યારે ૫.૨ લાખ દેખાયા ન હતા અને ૨૭.૨ લાખ નાપાસ થયા હતા.
વર્ષ ૨૦૨૩માં ૮૮ લાખ ૮૬ હજાર વિધાર્થીનીઓ અને ૯૬ લાખ ૪૨ હજાર વિધાર્થીઓએ ૧૦મા ધોરણની પરીક્ષા આપી હતી. તેમાંથી ૭૬ લાખ ૯૯ હજાર વિધાર્થીનીઓ અને ૮૦ લાખ ૩૫ હજાર વિધાર્થીઓ પાસ થયા છે. તેમજ ધોરણ ૧૨માં, ૭૪ લાખ ૮૧ હજાર વિધાર્થીનીઓ અને ૮૦ લાખ ૨૦ હજાર વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી ૬૪ લાખ ૫૦ હજાર વિધાર્થીનીઓ અને ૬૩ લાખ ૩૪ હજાર વિધાર્થીઓ પાસ થયા હતા.
કેન્દ્રીય બોર્ડમાં ધોરણ ૧૦માં વિધાર્થીઓનો નાપાસ થવાનો દર ૬ ટકા હતો યારે રાય બોર્ડમાં તે ૧૬ ટકાથી ઘણો વધારે હતો. સેન્ટ્રલ બોર્ડમાં ધોરણ ૧૨માં નાપાસ થવાનો દર ૧૩ ટકા છે યારે રાય બોર્ડમાં તે ૧૮ ટકા છે. આ બંને વર્ગેામાં ઓપન સ્કૂલનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું હતું. ધોરણ ૧૦માં નાપાસ થનારા વિધાર્થીઓની સૌથી વધુ સંખ્યા ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડમાં હતી, યારે ધોરણ ૧૨માં નાપાસ થયેલા વિધાર્થીઓની સૌથી વધુ સંખ્યા મધ્ય પ્રદેશમાંથી નોંધાઈ હતી
સરકારી શાળાઓમાં વિધાર્થીઓ કરતાં વિધાર્થિનીઓ વધુ
ગત વર્ષની સરખામણીમાં ૨૦૨૩માં વિધાર્થીઓનું એકંદર પ્રદર્શન ઘટું છે. એ પણ સ્પષ્ટ્ર છે કે, સરકારી શાળાઓમાંથી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં વિધાર્થીઓ કરતાં વિધાર્થીનીઓ વધુ હતી.
મોટાભાગના બાળકો વિજ્ઞાનનો અભ્યાસ કરે છે
આંકડા પરથી એ પણ સ્પષ્ટ્ર થાય છે કે, ઉચ્ચતર માધ્યમિક સ્તરે સૌથી વધુ ૪૪ ટકા વિધાર્થીઓમાં વિજ્ઞાન ભણતા જોવા મળ્યા હતા, યારે આર્ટસનો અભ્યાસ કરવામાં ૪૦ ટકા વિધાર્થીઓ, તેમજ કોમર્સનો અભ્યાસમાં ૧૪ ટકા અને વ્યાવસાયિક શિક્ષણમાં ૨ ટકા વિધાર્થીઓ જોવા મળ્યા હતા. યારે ૨૦૨૨માં ૪૧ ટકા વિધાર્થીઓમાં વિજ્ઞાનનો અભ્યાસ કરતા જોવા મળ્યા હતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech