ગુજરાત વિધાનસભામાં ગઈકાલે સામાન્ય વહીવટી વિભાગની માગણીઓ પરની ચર્ચા કરવામાં આવી હતી જેમાં આગામી ૧૦ વર્ષમાં બે લાખથી વધુ નવી જગ્યાઓ ભરવા માટેનું ભરતી કેલેન્ડર તૈયાર કરવામાં આવ્યું હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય વહીવટમાં પારદર્શિતા અને સુચારૂ સંચાલન માટે રાજ્ય સરકાર હંમેશાથી કટિબધ્ધ છે. રાજ્ય સરકારના વહીવટી વિભાગો હસ્તકના તમામ સંવર્ગોની ભરતીના આયેજનના ભાગરૂપે સરકાર દ્રારા વર્ષ–૨૦૨૪ થી ૨૦૩૩ માટે ૧૦ વર્ષીય ભરતી કેલેન્ડર નિયત કરવાની કાર્યવાહી કરવામાં આવી. જે અનુસાર આગામી ૧૦ વર્ષમાં અંદાજે કુલ–૨,૦૬,૯૯૧ જગ્યાઓ ભરવાનું આયોજન હાથ ધરાયું છે.
ગુજરાતમાં વહીવટી સંચાલનમાં રહેલી પારદર્શિતા, જવાબદારી અને સુલભતાને વધુ પ્રોત્સાહન આપવા માટે ગુજરાતનાં નાગરિકો અને રાજ્ય સરકાર વચ્ચે સીધો અને અસરકારક સંવાદ થઇ શકે તે માટે મુખ્યમંત્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવનાર હોવાનું પણ તેમણે કહ્યું હતું. સેવાસેતુ કાર્યક્રમના દશમા તબક્કામાં મળેલ કુલ ૧૭,૬૫,૬૦૪ અરજીઓમાંથી ૧૭,૬૫,૫૯૫ (૯૯.૯૯%) અરજીઓનો નિકાલ કરવામાં આવેલ છે.
રાજકોટ પ્રાદેશિક તાલીમ કેન્દ્રના વધુ કાર્યભારણને ધ્યાને લઈ ભાવનગર ખાતે નવું પ્રાદેશિક તાલીમ કેન્દ્રની સ્થાપના કરવા અંગે વર્ષ ૨૦૨૫–૨૬ના વર્ષે ૨.૫૦ કરોડની નવી બાબતની જોગવાઈ કરવામાં આવી છે. લોકાભિમુખ વહીવટ માટે સરકાર દ્રારા સમયાંતરે વહીવટમાં સુધારાઓ કરવામાં આવેલ છે. હાલના સમયમાં વિકસિત ભારત૨૦૪૭ના લયને સિધ્ધ કરવા માટે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. જેના ભાગપે રાજ્યના વહીવટી માળખામાં તેમજ કાર્યપદ્ધતિમાં જરી સુધારા કરવા, માનવશક્તિનું તર્કસંગીકરણ કરવા, જાહેર સેવાઓને સુદ્રઢ બનાવવા અને નવીનતમ ટેકનોલોજીના ઉપયોગથી સરકારી તંત્રની કાર્ય ક્ષમતામાં વધારો કરવાના હેતુથી ડો. હસમુખ અઢિયાના અધ્યક્ષસ્થાને ગુજરાત વહીવટી સુધારણા પંચની રચના કરવામાં આવશે તેમ મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech