આરોગ્ય વિભાગના કર્મચારીઓ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાળ પર છે. આરોગ્ય વિભાગે એસ્મા લાગુ કર્યો હોવા છતાંય આરોગ્યકર્મચારીઓ અડગ રહ્યા છે. બીજી તરફ સરકારે 1100 આંદોલનકારી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા છે. સાથે જ 4000થી વધુ કર્મચારીઓ સામે ચાર્જશીટ અને ખાતાકીય તપાસ શરૂ કરી છે. અત્યારસુધીમાં 10 હજારથી વધુ કર્મચારીઓને નોટિસ ફટકારી છે.
સાબરકાંઠા જિલ્લામાં 400 જેટલા કર્મચારીઓને છૂટા કરવાની નોટિસ અપાઈ છે. કર્મચારી સંઘના મહામંત્રી આશિષ બારોટને પણ સાબરકાંઠામાંથી છૂટા કરવાનો આદેશ અપાયો છે. આંદોલનકારી કર્મચારીઓએ મંગળવારે રાત્રે કેન્ડલ માર્ચ યોજી સરકાર સામે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના અગ્રણીઓએ સરકારના પગલાંને ગેરવાજબી ગણાવ્યાં છે. તેમણે લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.
ટેક્નિકલ કેડરમાં સમાવેશ, ખાતાકીય પરીક્ષા રદ કરવી સહિતના મુદ્દા સાથે આરોગ્યકર્મીઓ છેલ્લા 9 દિવસથી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારે ગઈકાલે સાંજે હજારોની સંખ્યામાં આરોગ્ય કર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા હતા. જ્યાં કેન્ડલ માર્ચ યોજી અનોખો વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. સરકાર જ્યાં સુધી જીઆર ઠરાવ નહિ કરે ત્યાં સુધી આંદોલન યથાવત્ રહેશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
આરોગ્ય કર્મચારીઓની શું માંગ છે
આરોગ્ય કર્મચારીઓએ ગ્રેડ પેમાં સુધારો કરવા, ટેક્નિકલ ગ્રેડ પેનો સમાવેશ કરવો, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ આપવી અને ટેક્નિકલ કેડરમાં સમાવેશ કરવાની માગ સાથે અચોક્કસ મુદતની હડતાળ પાડી છે. પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા નવ દિવસથી હડતાળ પર ઉતરેલા ગાંધીનગર જિલ્લાના 284 આરોગ્ય કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકારી છે, જ્યારે સીસીસીની પરીક્ષા નિયત સમયમાં પાસ નહીં કરેલા અને હડતાળમાં જોડાયેલા 8 કર્મચારીને ફરજમાંથી છૂટા કરાયા છે. હડતાળ પરના 276 કર્મચારીને ચાર્જશીટ આપવામાં આવી છે
સરકાર દ્વારા 'એસ્મા' એક્ટ લાગુ કરાયો
આરોગ્ય કર્મચારીઓની હડતાળના લીધે આરોગ્યની સેવાઓ ખોરવાઈ શકે છે, જે જોખમને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા 'એસ્મા' (ધ એસેન્શિયલ સર્વિસીઝ મેઇન્ટેનન્સ એક્ટ) લાગુ કરાય છે. આ અંગે ગુરુવારે આરોગ્યમંત્રીએ ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ એકદમ ગેરવાજબી છે. જો કર્મચારીઓ વહેલી તકે હડતાળ નહીં સમેટે તો હવે સરકાર કડક પગલાં લેશે.
આરોગ્ય કર્મચારીઓની માગણીઓ
મુખ્ય માગણીઓમાં MPHW (મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર), FHW (ફીમેલ હેલ્થ વર્કર), MPHS (મલ્ટિ પર્પઝ હેલ્થ સુપરવાઇઝર), FHS (ફીમેલ હેલ્થ સુપરવાઈઝર), TMPH (તાલુકા મલ્ટિ પર્પઝ હેલ્થ વર્કર), THV (તાલુકા સુપરવાઇઝર) અને જિલ્લાકક્ષાના આરોગ્ય સુપરવાઈઝર કેડરનો ટેક્નિકલ કેડરમાં સમાવેશ અને ગ્રેડ-પે સુધારણા સામેલ છે. ઉપરાંત MPHW-FHW કેડરને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિની માગ પણ કરવામાં આવી છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ ન મળતાં કર્મચારીઓએ અનિશ્ચિત મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech