આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડકટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઇલેકટ્રોનિકસ ઉપકરણોની પાયાની જરિયાત છે. સ્માર્ટફોન, કોમ્પ્યુટર, ઉપગ્રહો, કલાઉડ સર્વિસીસ, ઈલેકિટ્રક વ્હિકલ, ઔધોગિક ઓટોમેશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ–એઆઈ તથા જટિલ ઈન્ફ્રાસ્ટ્રકચરથી લઈને ડિફેન્સ સિસ્ટમ જેવા દરેક ઇલેકટ્રોનિકસ ક્ષેત્રે સેમિકન્ડકટર્સ ટેકનોલોજીની જરિયાત ઉભી થાય છે. આ સેમિકન્ડકટર્સની જરિયાતને પહોંચી વળવા, સેમિકન્ડકટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન ઇકોસિસ્ટમનું નિર્માણ કરીને ભારતને સેમિકન્ડકટર ક્ષેત્રે વધુ આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૧માં ઇન્ડિયા સેમિકન્ડકટર મિશન ને મંજૂરી આપી હતી. આ મિશન અંતર્ગત ભારત સરકાર દ્રારા . ૭૬,૦૦૦ કરોડનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.
ભારતનું સેમિકન્ડકટર માર્કેટ વર્ષ ૨૦૨૦માં ૧૫ અબજ ડોલરનું હતું, જે વર્ષ ૨૦૨૬ સુધીમાં ૪૦૦ ટકાથી વધુની હરણફાળ સાથે ૬૩ અબજ ડોલર સુધી પહોંચવાની સંભાવના છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિકસિત ભારત૨૦૪૭ના વિઝનને સાકાર કરવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે દેશમાં સૌપ્રથમ ગુજરાત સેમિકન્ડકટર પોલિસી – વર્ષ ૨૦૨૨ થી ૨૦૨૭ લોન્ચ કરી છે. આ પોલિસીના સરળ અને શ્રે અમલીકરણ માટે એક સમર્પિત ગુજરાત સ્ટેટ ઈલેકટ્રોનિકસ મિશન ની સ્થાપના કરીને ગુજરાતે સેમિકન્ડકટર ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને વધુ પ્રોત્સાહન આપવા તરફ હરણફાળ ભરી છે.
ગુજરાતમાં સેમિકન્ડકટર એકમો દ્રારા કરવામાં આવેલ રોકાણના ફળસ્વપે રાયમાં ઉચ્ચ કૌશલ્ય આધારિત રોજગારીઓનું સર્જન થશે. આ એકમોનું નિર્માણ નોંધપાત્ર રીતે ભારતને સેમિકન્ડકટર ચિપની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદપ બનશે તેમજ ઓટો, ઇલેકટ્રોનિકસ, મેડિકલ ઇકિવપમેન્ટ અને ટેલિકોમ જેવા સંબંધિત ડાઉનસ્ટ્રીમ ઉધોગોમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે. સેમિકન્ડકટર પોલિસી લોન્ચ કરીને ગુજરાત ભારતીય સેમિકંડકટર ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા બાબતે અગ્રેસર રાય બન્યું છે.
સેમિકન્ડકટર ઉધોગોને મૂડી ખર્ચ તેમજ સ્થાનિક સ્તરે મેન્યુફેકચરિંગ બેઝ સ્થાપિત કરવામાં ગુજરાત સરકાર સતત સહાયપ બની રહી છે. ભારત સરકાર દ્રારા આવા સેમિકન્ડકટર અને ડિસ્પ્લે ફેબ્રિકેશન એકમોને પૂરી પાડવામાં આવતી મૂડી ખર્ચ સહાય ઉપર રાય સરકાર દ્રારા આ સહાયના ૪૦ ટકા વધારાની નાણાકીય સહાય આપવામાં આવે છે. ગુજરાત સેમિકન્ડકટર પોલિસી હેઠળ સ્ટેમ્પ ડુટી અને રજિસ્ટ્રેશન ફીનું એક વખતનું ૧૦૦ ટકા વળતર આપવામાં આવશે. સાથે જ વૈશ્વિક સ્પર્ધાત્મક દરે ઉચ્ચ ગુણવત્તાયુકત વીજ પુરવઠામાં પણ .૨ પ્રતિ યુનિટની સબસિડી, . ૧૨ પ્રતિ ઘન મીટરના દરે સારી ગુણવત્તાના પાણીની સુવિધા તેમજ વીજળી ડુટીમાંથી મુકિત જેવાં વિવિધ પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે.
આ ઉપરાંત ગુજરાતના ધોલેરાને સેમિકોન સિટી તરીકે વિકસાવવા માટે રાય સરકાર દ્રારા ધોલેરા ખાતે સ્થપાનાર સેમિકન્ડકટર યુનિટને કેટલાક વધારાના પ્રોત્સાહનો પણ આપવામાં આવે છે. જેમાં ફેબ પ્રોજેકટ માટે જમીનની ખરીદી પર ૭૫ ટકા સુધીની સબસિડીનો સમાવેશ થાય છે. આ સાથે ધોલેરાને ભારતના પ્રથમ ગ્રીનફીલ્ડ સ્માર્ટ સિટી તરીકે પણ વિકસાવવામાં આવી રહ્યું છે, જેનો લાભ ઉધોગો અને નાગરિકોને વધુ સારી રીતે મળી શકશે.
સેમિકન્ડકટર પોલિસી અંતર્ગત ગુજરાત સરકારે સેમિકન્ડકટર કંપનીઓ માટે સાનુકૂળ ઇકો–સિસ્ટમનું નિર્માણ કયુ છે. જેના પરિણામે આજે ગુજરાત સેમિકન્ડકટર કંપનીઓ માટે પ્રથમ પસંદગીનું રાય બન્યું છે. જેની ફળશ્રુતિ પે ગુજરાતમાં ૦૪ જેટલી સેમિકન્ડકટર કંપનીઓ દ્રારા કુલ . ૧.૨૪ લાખ કરોડના રોકાણ સાથે નવા પ્રોજેકટસ બનવા જઈ રહ્યા છે, આ પ્રોજેકટ થકી રાયમાં નવી સંભવિત ૫૩,૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થશે, એમ ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગની યાદીમાં જણાવ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech