ગુજરાત રાજ્યના પોલીસ વડાએ આપેલ આદેશ અન્વયે ગુજરાત પોલીસે કુલ ૭૬૧૨ ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતા શખસોની યાદી તૈયાર કરી છે. જેમાં ૩૨૬૪ બુટલેગરો, ૫૧૬ જુગાર, ૨૧૪૯ શરીર સબંધી, ૯૫૮ મિલકત સબંધી, ૧૭૯ માઇનિંગ અને ૫૪૫ અન્ય અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને તેમના ગેરકાયદેસર દબાણો, ગેરકાયદેસર વીજ જોડાણો, શંકાસ્પદ આર્થિક વ્યવહારો, તેઓના અનઅધિકૃત નાણાંકીય વ્યવહારોની તપાસ કરવામા આવશે. જ્યારે રાજકોટ પોલીસે 756 અસામાજિક તત્વોનું લિસ્ટ તૈયાર કર્યું છે. જેમાં પણ સૌથી વધુ 301 ગુનેગારો દારૂ સંબંધિત ગુનામાં સંડોવાયેલા છે.
રાજકોટમાં ક્યાં ગુના હેઠળ કેટલા ગુનેગારો
ગુજરાતમાં અમદાવાદ શહેરમાં ૨૫, ગાંધીનગરમાં ૬, વડોદરા શહેરમાં ૨, સુરતમા ૭, મોરબીમાં ૧૨ એમ કુલ ૫૯ લોકો સામે પાસા કરેલ છે. ૧૦ ઈસમો વિરૂધ્ધ હદપારી કરેલ છે, ૭૨૪ ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલાં લીધા છે અને ૧૬ ગેરકાયદેસર મકાનોમાં ડિમોલિશન કરેલ છે અને ૮૧ વીજચોરીના ગેરકાયદેસર કનેક્શન દૂર કરેલ છે.
તેમજ આગામી સમયમાં આશરે ૧૦૦ પાસા, ૧૨૦ હદપારી, ૨૬૫ અટકાયતી પગલાં, ૨૦૦ જેટલા ડીમોલેશન અને ૨૨૫ જેટલા ગેરકાયદેસર વીજ જોડાણો દૂર કરેવામાં આવશે. આ સમયગાળા દરમિયાન કોમ્બિંગ, નાઇટ પેટ્રોલિંગ, રેડ, વાહન ચેકિંગ, ફૂટ પેટ્રોલિંગ, ગુનેગારોના જામીનમાં શરત ભંગ થયેલ હોય તેવા કિસ્સામાં જામીન રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech