ઓપરેશન સિંદુર બાદ દેશના ઉત્તર અને પશ્ચિમ સરહદી વિસ્તારોમાં વધતી તંગદિલી અને પાકિસ્તાન દ્વારા મિસાઈલ તેમજ ડ્રોન હુમલાના નિષ્ફળ પ્રયાસોના પગલે ગુજરાતના ૩૫૭ સરહદી ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. આ તમામ ગામોમાં કોઈપણ સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે થઈને નાગરિકો માટે ખાસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.
ગુપ્તચર એજન્સીઓને સતત સક્રિય રહેવા આદેશ આપ્યો
રાજ્યના ગૃહ વિભાગે તમામ પોલીસ અને ગુપ્તચર એજન્સીઓને સતત સક્રિય રહેવા આદેશ આપ્યો છે. સાથે જ, સરહદી વિસ્તારોના નાગરિકોને સંભવિત યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયાર રહેવા માટે ચોક્કસ માર્ગદર્શિકામાં પાટણ, કચ્છ અને બનાસકાંઠા જેવા જીલ્લાઓ પાકિસ્તાન સરહદ સાથે જોડાયેલા છે. જેમાંથી ખાસ કરીને સરહદથી ૨૫થી ૩૦ કિ.મી.ની અંદર આવતા ૭૮ જેટલા ગામો ઉચ્ચ સુરક્ષા વર્ગમાં આવે છે. આ ગામો માટે બોર્ડર સિક્યોરિટી ફોર્સ ભારતીય સેના અને કેન્દ્રીય ગુપ્તચર એજન્સીઓ સતત કાર્યરત છે.
ભૂજના ખાવડ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા વિસ્ફોટ કરાયો હતો
તાજેતરમાં ભૂજના ખાવડ વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા વિસ્ફોટ કરાયો હતો, જેને પગલે સુરક્ષા એજન્સીઓ વધુ સજાગ બની છે.રાજ્યના ગૃહ વિભાગે જાહેર કરેલી માર્ગદર્શિકા મુજબ, સરહદી વિસ્તારોના નાગરિકોએ જરૂરી દવાઓ, પાણી, ખાદ્યસામગ્રી, ટોર્ચ, બેટરી અને રોકડ નાણાં તૈયાર રાખવા જણાવાયું છે. સાથે જ, પરિવારમાં એક સુરક્ષિત સ્થળ નક્કી કરવા અને ઈવેક્યુએશન શેલ્ટરો વિશે જાણકારી રાખવી જરૂરી ગણવામાં આવી છે. સરકારના જણાવ્યા અનુસાર, આપત્તિ સમયે સાયકલ, મોટરસાયકલ કે ગાડીથી ગામ છોડવાની જરૂર પડીએ તો પણ પરિવારમાં સમન્વય રહે એ માટે તૈયારી રાખવી જોઈએ.
1. માહિતગાર રહો
વિશ્વસનીય સમાચાર સ્ત્રોતોને અનુસરો, સત્તાવાર જાહેરાતો સાંભળો, સરકારી ચેતવણીઓ અને સૂચનાઓ પર ધ્યાન આપો.
2. વ્યક્તિગત સલામતીની ખાતરી કરો
નક્કી કરો કે તમે સુરક્ષિત વિસ્તારમાં છો કે તમારે સ્થળાંતર કરવાની જરૂર છે, પરિવાર અથવા મિત્રો સાથે એક યોજના બનાવો જેમાં મુલાકાતના સ્થળો અને વાતચીતની પદ્ધતિઓનો સમાવેશ થાય.
3. ઇમરજન્સી કીટ તૈયાર કરો
ખોરાક, પાણી, દવાઓ, ફ્લેશલાઇટ, બેટરી અને મહત્વપૂર્ણ દસ્તાવેજો ભેગા કરો, ખાતરી કરો કે તમારી પાસે પ્રાથમિક સારવાર કીટ ભરેલી છે.
4. તમારા ઘરને સુરક્ષિત કરો
ખાતરી કરો કે તમારું ઘર સુરક્ષિત છે, હુમલાના કિસ્સામાં આશ્રય માટે ક્યાં જવું તે જાણો.
૫. જોડાયેલા રહો
સલામતી યોજનાઓનું સંકલન કરવા માટે પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહો, બહુવિધ સંદેશાવ્યવહાર ચેનલોનો ઉપયોગ કરો
6. તમારા અધિકારો અને સંસાધનો સમજો
સ્થાનિક કટોકટી સેવાઓ અને નાગરિકો માટે ઉપલબ્ધ સંસાધનોથી પરિચિત થાઓ, વર્તમાન કાનૂની માળખા હેઠળ તમારા અધિકારોને સમજો, કારણ કે તે યુદ્ધ દરમિયાન બદલાઈ શકે છે.
7. શાંત રહો અને સ્પષ્ટ વિચારો
ગભરાટ ટાળી શાંત રહેવાનો પ્રયાસ કરો અને તમારા આગામી પગલાં વિશે તર્કસંગત રીતે વિચારો, જો સલામત હોય તો પડોશીઓ અથવા જેમને મદદની જરૂર હોય તેમની તપાસ કરો.
8. લાંબા ગાળા માટે યોજના બનાવો
જો જરૂરી હોય તો વિસ્તાર છોડવા માટેના તમારા વિકલ્પો જાણો. શરણાર્થી સેવાઓ વિશે માહિતગાર રહો, જો તમારે સ્થળાંતર કરવાની જરૂર હોય, તો મદદ ક્યાંથી મેળવવી તે જાણો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાંથી સગીરાને ભગાડી જઇ દુષ્કર્મ આચરનારને ૧૦ વર્ષની સજા
May 14, 2025 11:06 AMજામનગર જિલ્લાના ચાર ટીડીઓની બદલી
May 14, 2025 11:04 AMસુપર કોમ્પ્યુટરે જણાવ્યું: પૃથ્વી પર એક અબજ સુધી જ જીવનની શક્યતા
May 14, 2025 11:02 AMસાઉદી અરેબિયા ટૂંક સમયમાં અબ્રાહમ કરારપર હસ્તાક્ષર કરશે: ટ્રમ્પ
May 14, 2025 11:00 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech