ગોંડલનાં રાજાશાહી સમયનાં બે પુલ જર્જરીત હોવાની હાઇકોર્ટમાં યતિશભાઈ દેસાઈએ પીઆઈએલ દાખલ કરી હતી જેમને પગલે હાઇકોર્ટનાં નિર્દેશન મુજબ હરકતમાં આવેલી રાય સરકારે બે બ્રીજ મંજૂર કર્યા હતા જેનું કોલેજ ચોક ખાતે ૪૭.૫૩ કરોડના ખર્ચે ગોંડલી નદી ઉપર ૨ બ્રિજ બનાવવાના કામોનું ખાતમુહર્ત પોરબંદર સાંસદ મનસુખભાઇ માંડવીયા અને ધારાસભ્ય ગીતાબા જાડેજા ના હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ વોરકોટડા રોડ પર વિજયનગર માં આયુષ્યમાન આરોગ્ય મંદિર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કોંગ્રેસનાં આગેવાન યતિષભાઈ દેસાઈ દ્રારા ગોંડલી નદી પરના બ્રીજ મોરબીનાં ઝુલતા પુલ જેવી દુર્ઘટના સર્જાય તેવી દહેશત વ્યકત કરી હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરી હતી.જેને પગલે હાઇકોર્ટ દ્રારા આકં વલણ અખત્યાર કરી રાય સરકારને ઉધડો લેવાયો હતો જે બે બ્રીજનું પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા અગ્રણી યોર્તિરાદિત્યસિંહ જાડેજા, નાગરિકબેન્ક ચેરમેન અશોકભાઇ પીપળીયા, માર્કેટયાર્ડ ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયા, નગરપાલીકા પ્રમુખ અશ્વીનભાઈ રૈયાણી કારોબારી અધ્યક્ષ ક્રિપાલસિંહ જાડેજા બાંધકામ ચેરમેન જગદીશભાઈ રામાણી, સમીરભાઈ કોટડીયા, અશ્વિનભાઈ ઠુંમર, નગરપાલિકા ઉપ પ્રમુખ પરિતાબેન ગણાત્રા, રીનાબેન ભોજાણી, ભાવનાબેન રૈયાણી. સહિતના ભાજપ અગ્રણીઓની ઉપસ્થિતિમાં પોરબંદર સાંસદ મનસુખભાઈ માંડવીયાના હસ્તે ખાત મુહત્પર્ત કરવામાં આવ્યું હતું હાઈકોર્ટેની ટકોર બાદ બે નવા બ્રીજનું નિર્માણ કાર્ય થવા જઈ રહ્યું છે જેમને કારણે લોકોમાં ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.ડેપ્યુટી કલેકટર રાહત્પલ ગમારા, ડીવાયએસપી કે.જી.ઝાલા, પીઆઈ જે.પી.ગોસાઈ, પીએસઆઈ જાડેજા, પોલિસ સ્ટાફ ખડે પગે રહ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech