અમરેલીમાં લગ્નના આગલા દિવસે જ વરરાજાની હત્યા, મંગતેરના પ્રેમીએ જ સીમમાં બોલાવી પતાવી દીધો, પરિવાર પર આભ ફાટી પડ્યું

  • February 21, 2025 12:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીના ધારીમાં ચકચાર મચાવતી ઘટના સામે આવી છે. ધારીના મિઠાપુર ગામે લગ્નના આગલા દિવસે વરરાજાની હત્યા કરી દેવામાં આવી છે, મંગતેરના પ્રેમીએ જ  વરરાજાની હત્યા કરી નાખી છે. ઘટનાની જાણ થતાની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.


ભાવિ પત્નીની પણ પોલીસે પૂછપરછ કરી
અમરેલીના ધારીમાં લગ્નના આગલા દિવસે ભાવી પત્નીના પ્રેમીએ વરરાજાની હત્યા કરી દીધી છે, હત્યારા સોયબે મૃતક વિશાલને સીમમાં મળવા બોલાવ્યો હતો અને ત્યાં આગળ જ હત્યા કરી દેવાઈ હતી. મૃતક વિશાલ મકવાણાની હત્યા કરી દેતા પરિવારમાં આક્રંદ છવાયો છે અને પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાવી પત્નીની પણ પોલીસે પૂછપરછ કરી છે. ત્યારે લગ્નના એક દિવસ પહેલા જ હત્યા થતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે.


ગામની સીમમાં સોયેબે કરી વિશાલ મકવાણાની હત્યા
ગામની સીમમાં સોયબે વિશાલની હત્યા કરી અને હત્યારો ત્યાંથી ફરાર થઈ ગયો છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. હજી સુધી આરોપી પોલીસના હાથે આવ્યો નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ભાવનગર મોકલી આપ્યો હતો અને ત્યારબાદ મૃતદેહ પરિવારને સોંપાયો અને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો છે. માતા-પિતા ચોધાર આંસુએ રડી રહ્યાં છે. ત્યારે ગ્રામજનોમાં પણ ગુસ્સો જોવા મળ્યો છે અને હત્યારાને ફાંસીની સજા થાય તેવી માંગ કરવામાં આવી છે.


આરોપી પોલીસ પકડમાં 
હત્યારા સોયેબ સમા તેમજ અન્ય એક અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. હત્યારાઓ પોલીસ પકડથી હાથવેંતમાં હોવાની વિગતો સામે આવી રહી છે. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર મોકલાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application