સમગ્ર વિશ્વમાં મેલેરિયા નાબૂદીની ઝુંબેશ સાથે વલ્ર્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્રારા આજે તા.૨૫ એપ્રિલની વિશ્વ મેલેરિયા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખા દ્રારા ઝોન વાઇઝ જાહેર પ્રદર્શન, રંગોળી, રેલી, પત્રિકા વિતરણ, વિનામુલ્યે પોરાભક્ષક ગપ્પી માછલીનું વિતરણ જેવા કાર્યક્રમો યોજીને મેલેરિયા નિયંત્રણ માટે મચ્છર ઉત્૫તિ અટકાવવાના પ્રયત્નોમાં સહયોગ આ૫વા અપીલ કરાઇ હતી. દરમિયાન રાજકોટ શહેરમાં સતત છેલ્લા ચાર વર્ષથી મેલેરિયાના કેસમાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાયો હોવાનું જાહેર કરાયું હતું.
વિશેષમાં મહાપાલિકાની આરોગ્ય શાખા અને મેલેરિયા શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં વર્ષ ૨૦૨૧માં મેલેરિયાના ૫૯ કેસ, ૨૦૨૨માં ૫૧ કેસ, ૨૦૨૩માં ૪૦ કેસ અને ચાલુ વર્ષ ૨૦૨૪માં તા.૧ જાન્યુઆરીથી આજે તા.૨૫ એપ્રિલ સુધીમાં કુલ ચાર કેસ નોંધાયા છે. આમ ઉત્તરોત્તર પ્રમાણ સતત ઘટી રહ્યું છે.રાજકોટ શહેરમાં અગાઉના વર્ષેાની તુલનાએ સ્વચ્છતા વધતા મેલેરિયા ફેલાવતા એનોફિલિસ મચ્છરનો ઉપદ્રવ ઘટો છે, ખાસ કરીને એનોફિલિસ મચ્છર ગંદકી, ખાડા, ખાબોચિયા, પાણી ભરેલા ભેજયુકત સ્થાનોમાં જન્મતા હોય છે
મેલેરિયાના કેસ ઘટવાના મુખ્ય કારણો
(૧) શહેર ડસ્ટબિનલેસ બન્યું, ગંદકી ઘટી
(૨) રખડુ ઢોર, અવેડા, એંઠવાડની કુંડીનું પ્રમાણ ઘટું
(૩) ફિવર સર્વેલન્સ વધુ સઘન બનાવાયું
(૪) એન્ટિવાયરલ એકિટવિટીમાં વધારો
(૫) ઇન્ડોર અને આઉટડોર ફોગિંગના પ્રમાણમાં વધારો
(૬) પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલીનું વિતરણ
(૭) રસ્તા ઉપરના ખાડા ખાબોચિયાની સંખ્યા ઘટી
(૮) અગાઉના વર્ષેાની તુલનાએ સ્વચ્છતામાં વધારો
(૯) મચ્છર ઉત્પત્તિ અંગે ચેકિંગ, નોટિસ, દંડનું પ્રમાણ વધાયુ
(૧૦) મેલેરિયાનો કેસ મળે ત્યાં તુરતં સર્વે, દર્દીની સઘન સારવાર, ઘર અને કાર્ય સ્થળનો સર્વે, ૧૪ દિવસની દવાનો કોર્સ
મેલેરિયા નિયંત્રણ માટે આટલું કરો મહાપાલિકાની નાગરિકોને અપીલ
– તાવ આવે તો લોહીનું નિદાન કરાવો અને સંપૂર્ણ સારવાર લો
– પાણીના સંગ્રહના તમામ પાત્રો હવા ચુસ્ત બઘં રાખવા
– સીડી નીચેના ટાંકા હવાચુસ્ત બઘં થઇ શકતા નથી અને દર અઠવાડીયે સાફ ૫ણ થઇ શકતા ન હોવાથી તેમાં દર અઠવાડીયે કેરોસીન નાખવું અથવા મોટા ટાંકા હોય તો તેમાં પોરાભક્ષક માછલી મુકવી
– પાણી ગયા બાદ પાણી ભરવાની કુંડી ક૫ડાથી કોરી કરી સાફ કરવી
– ટાયર, ડબ્બા–ડુબ્લી તથા અન્ય ભંગારનો યોગ્ય સ્થળે નિકાલ કરવો
– પક્ષીકુંજ, પશુને પાણી પીવાની રાખેલ કુંડીઅવાડા નિયમિત સાફ કરવા
નાબૂદીના સંકલ્પ સાથે વર્ષ–૨૦૦૭થી મેલેરિયા દિવસની વિશ્ર્વમાં ઉજવણી
રાજકોટ સહિત સમગ્ર વિશ્વમાં હાલ સુધીમાં હજારો દર્દીઓના મેલેરિયાથી મૃત્યુ નિપયા છે ત્યારે વિશ્વમાંથી મેલેરિયા નાબૂદ કરવાના સંકલ્પ સાથે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણીની શઆત વિશ્વ આરોગ્ય સંસ્થાની વિશ્વ આરોગ્ય એસેમ્બલીના ૬૦મા સત્રમાં મે–૨૦૦૭માં થઇ હતી. સંસ્થાનો ઉદેશ્ય મેલેરિયા શિક્ષણ અને જાગકતાને પ્રોત્સાહન આ૫વાનો તથા રાષ્ટ્ર્રીય મેલેરિયા નિયંત્રણ તકનીકો ઉ૫ર માહિતીનો પ્રચાર કરવાનો છે. વિશ્વ મેલેરિયા દિવસ પહેલા આફ્રિકા મેલેરિયા દિવસ ર૫ એપ્રિલ ૨૦૦૧ના રોજ યોજાયો હતો ચાલુ વર્ષની થીમ: વધુ સમાન વિશ્ર્વ માટે મેલેરિયા સામેની લડાઇને વધુ વેગ આપીએ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅયોધ્યા રામમંદિરમાં ભગવાન રામલલ્લાને સૂર્યતિલક કરાયું, મહાઆરતીનાં કરો અલૌકિક દર્શન
April 06, 2025 04:57 PMઉનાળાની કાળઝાળ ગરમીને લઈને રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ : 20 બેડનો વોર્ડ ઉભો કરાયો
April 06, 2025 04:54 PMકેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ સાઇક્લોફનનો ફ્લેગ ઓફ આપી પ્રારંભ કરાવ્યો
April 06, 2025 04:53 PMજામકંડોરણાના હરિયાસણ ગામે 100 ચોરસ વાર પ્લોટમાં બાંધકામ બાબતે મારામારી
April 06, 2025 04:51 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech