રિવર ફ્રન્ટના પ્રોજેકટમાં તાત્કાલિક મંજુરી આપવા, જી.ડી.સી.આર.ના નિયમોમાં ફેરફાર કરવા, રીંગરોડ બનાવવા માટે મેરીટ ટાઇમ બોર્ડ, આર.એમ.બી., કોર્પોરેશનને તાત્કાલિક અનુદાન ફાળવવા જામ્યુકોના પદાધિકારીઓએ કરેલી રજુઆત સફળ થાય તેવી શકયતા
જામનગર શહેર વિકાસના પંથે જઇ રહ્યું છે ત્યારે ગઇકાલે જામનગર સહિત આઠેય મહાનગરપાલિકાના પદાધિકારીઓ વચ્ચે મુખ્યમંત્રીએ અલગ અલગ બેઠક કરીને તેમનાં શહેરનાં શું પ્રશ્ર્નો છે, વિકાસ કામો કેવી રીતે ચાલે છે તેની ઝીણવટભરી માહિતી મેળવી હતી. જામ્યુકોના પદાધિકારીઓ મેયર, વિનોદ ખીમસુયર્,િ ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે.ચેરમેન નિલેશ કગથરા, નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, આ રજુઆતમાં રહ્યા હતા આ પહેલા ધારાસભ્ય દિવ્યેશ અકબરી પણ મુખ્યમંત્રી સાથેની શુભેચ્છા મુલાકાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે રજુઆતનાં સંદર્ભમાં કહ્યું હતું કે તમો વિકાસના કામો કરતા રહો રાજય સરકાર સમયાંતરે નાણાં ફાળવશે.
આ મુલાકાત વેળાએ ચર્ચવામાં આવેલા મુદ્દાઓ અન્વયે જામનગર શહેર વિસ્તારમાં પેરીફરીમા રીલાયન્સ, જી.એસ.એફ.સી., નયારા તથા અન્ય ઓદ્યોગીક એકમો આવેલ હોય, બાયપાસને પેરેલલ રીંગ રોડની જરૂરીયાત હોય, રાવલસર-સરમતથી દરેડ સુધી 60 મીટર ડી.પી.રોડ ડેવલોપ કરવા અંદાજીત લંબાઈ 14 કિલોમીટર અને પહોળાઈ 60 મીટર થવા જાય છે. જામનગર શહેર ટ્રાફિક સમસ્યાને ધ્યાને લેતાં આ રીંગ રોડ કરવો જરી છે. હાલે રીંગ રોડની કામગીરી ત્રણ અલગ-અલગ સરકારી વિભાગો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જે પૈકી અલગ-અલગ પોર્સનમાં કામગીરી માર્ગ અને મકાન વિભાગ, ગુજરાત મેરિટાઈમ બોર્ડ તેમજ જામનગર મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્રણેય સરકારી વિભાગોને આ બાબતે જરૂરી સુચના આપી તાત્કાલીક કામગીરી પૂર્ણ થાય તે અંગે રજુઆત કરવામાં આવી હતી.
રીવર ફ્રન્ટના પ્રોજેકટને તાત્કાલીક મંજુરી આપવા તેમજ આગામી ચોમાસાની સીઝનને ધ્યાને લઈ નદીની મુળ સ્થિતિ પહોળાઇ-લંબાઈમાં ખોદાણ માટેની ગ્રાંટ વ્હેલી તકે રીલીઝ કરવા રજુઆત કરવામાં આવેલ હતી, જામનગર શહેરમાં જી.આઈ.ડી.સી. ફેસ-ર અને 3 માં મુખ્ય બી.યુ. પરમીશન જી.આઈ.ડી.સી. વિભાગ દ્વારા આપવામાં આવે છે, જેના હિસાબે ઘણાં વિલંબો થતાં હોય, આ વિસ્તાર જામનગર મહાનગરપાલિકાની હદ વિસ્તારમા આવી ગયેલ હોય અને તેઓ સાથે એસ.પી.વી. અને એમ.ઓ.યુ. થયેલ છે, આ અંગે જામનગર મહાનગરપાલિકાને સદરહુ વિસ્તારમાં બી.યુ. પરમીશન આપવા અંગે જરી રજુઆત કરવામાં આવી હતી.
આ ઉપરાંત જુના જામનગરની અંદર જીડીસીઆરની અંદર પુરાતત્વ વિભાગની જે મંજુરી લેવી પડે છે, તેમાં વહીવટી પ્રક્રિયામાં ખુબ જ વિલંબ થતો હોય, જેથી સદરહું બાબતે લોકલ ઓથોરીટીને સત્તા આપી મંજુરી આપવામાં આવે તે અંગે રજુઆત કરવામાં આવી હતી, જીડીસીઆરના નિયમોમાં ફેરફારની માંગણી કરી હતી. જેમાં, 150 મી. થી નાના મકાનો છે તેમાં રોડની પહોળાઈ હિસાબે હાઈટનો પ્રશ્ન રહેતો હોય, સેટબેક મુકવો પડે છે તેમાં પણ જુના જામનગરની અંદર જે મકાનો છે તેમાં પણ અન્ય મહાનગરોમાં જે પ્રકારે જોગવાઈ કરવામાં આવેલ છે તેની જામનગર મહાનગરમાં અમલવારી થાય તે જીડીસીઆરમાં જરી સુધારો કરવા અંગે રજુઆત કરવામાં આવી હતી.
આ તકે ઉપરોકત રજુઆતો તેમજ જામનગર મહાનગરને સ્પશતર્િ પ્રશ્નો બાબતે રજુઆતો કરવામાં આવી હતી, જેના પ્રત્યુતર સ્વપે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા જામનગર મહાનગરની વિકાસગાથા અવિરત ચાલતી રહેશે તેમજ મનપા દ્વારા મહાનગરના વિકાસના જે-જે પ્રોજેકટો મંજુરી માટે મોકલવામાં આવશે તેની મંજુરી અન્વયેની આનુસંગીક કાર્યવાહી તાકીદે કરવામાં આવશે, તેવી ખાત્રી આપવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech