સરકારી કચેરીઓનો સમય બદલવાની સરકારની વાત: સામી બાજુ પાંચ દિવસના સપ્તાહની ડિમાન્ડ

  • May 19, 2025 12:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત વહીવટી સુધારણા પંચ દ્રારા સુચવવામાં આવેલા સુધારા અને કરાયેલી ભલામણો પૈકીના અમલ સંબંધે પ્રક્રિયા શ થઈ ચૂકી છે.તેના સંબંધે રાજયના ઉચ્ચ સનદિ અધિકારીઓએ કર્મચારી સંગઠનો સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં સરકાર અને કર્મચારીઓ આમને સામને આવી ગયા હોય તેવો ઘાટ થયો છે સરકારે સવારે ૯:૩૦ કલાકથી ૫ વાગ્યાનો સમય કરવાની વાત કરતા કર્મચારીઓએ સાહ પાંચ દિવસનું કરવાની માગણી મૂકી દીધી છે. જેનોમાં આગામી બે મહિનામાં થાય તેવા સંકેત સચિવાલય માંથી મળી રહ્યા છે.



તેમાં સરકાર પક્ષેથી કચેરીઓનો સમય બદલીને સવારે ૯.૩૦થી સાંજે ૫ વાગ્યાનો કરવા મુદ્દો મુકાયો તેની સામે સંગઠનો દ્રારા સાહમાં કામકાજના દિવસો પાંચ કરવા સહિત માંગણીઓ મુકવામા આવી હતી.
પ્રથમ બેઠકના અંતે હાલ તુરતં તો સરકાર અને કર્મચારી સંગઠનો આમને સામને રહે તેવા અણસાર મળી રહ્યાં છે. કેમ, કે સરકારી કચેરીના સમયમાં બદલાવ કરવાના સરકાર પક્ષના પ્રથમ મુદ્દાની રજુઆત થવાની સાથે કર્મચારી સંગઠનોના પદ્દાધિકારીઓ દ્રારા પણ સાહમાં બે દિવસ રજાનીની વાત મુકીને ફાઇવ ડે વીકની માંગણી કરી દેવામાં આવી છે.



સંગઠનોના પદ્દાધિકારીઓ આ મુદ્દે એકમત પણ રહ્યા હોવાનું જણાવવા સાથે કર્મચારી સુત્રો દ્રારા એમ પણ કહેવામાં આવ્યું કે તાજેતરમાં યોજાયેલી આ બેઠક દરમિયાન છેલ્લા વર્ષેામાં સરકારના અધિકારી, કર્મચારીઓ પર કામનું ભારણ વિશેષ વધ્યુ હોવાથી ખાલી પડેલી જગ્યાઓ અને એમ્બીયન્સમાં રહેલી જગ્યાઓનાં સંદર્ભે પણ સરકાર દ્રારા ઝડપભેર નિર્ણય લેવામાં આવે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવે તે બાબતે રજુઆત કરી દેવામાં આવી હતી. નોંધવું રહેશે, કે યારે ૬ઠ્ઠા પગારપંચની ભલામણો સ્વીકારાઇ ત્યારે કચેરી સમય બદલાવાયો હતો અને બીજા તથા ચોથા શનિવારની રજાની ભલામણથી હતી. હાલ ૮માં પગારપંચની વાતની સાથે પણ કચેરીના સમય બદલવાનો મુદ્દો સામે આવ્યો છે. તેની સાથે મહિનાના દરેક શનિવારની રજાની વાત પણ આવી છે. હવે અધિકારીઓ દ્રારા બેઠકનો અહેવાલ સુપરત કરાયા બાદ સરકાર કઇ દિશામાં આગળ વધશે, તે જોવાનું રહેશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application