પોતાના લાંબા સમયથી પડતર વિવિધ પ્રશ્નો અંગે સરકારમાં અવારનવાર લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવા છતાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા અને સરકારે અનેક વખત આપેલી લેખિત ખાતરીનો પણ અમલ નહીં થતાં આખરે ગુજરાત ઈન સર્વિસ ડોક્ટર એસોસિએશન દ્વારા આગામી તારીખ 7 એપ્રિલના રોજ રાજ્યવ્યાપી માસ સીએલના કાર્યક્રમનું એલાન આપવામાં આવ્યું છે.
આંદોલનની જાહેરાત કરતા પહેલા ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર એસોસિએશન અને ગુજરાત મેડિકલ સર્વિસ વર્ગ બે ના તમામ જિલ્લાના કારોબારી સભ્યોની એક વર્ચ્યુઅલ મીટીંગ તારીખ 12 માર્ચના રોજ મળી હતી અને તેમાં આ નિર્ણય લેવાયો છે.
એસોસિએશને લાંબા સમયથી મેડિકલ ઓફિસરોના પેન્ડિંગ સિન્યોરીટી લિસ્ટ તાત્કાલિક બહાર પાડવા, લાંબા સમયથી વિલંબમાં પડેલા સેવા સળંગ અંગેના હુકમ તાત્કાલિક બહાર પાડવા, ડોક્ટરો માટે નિવૃત્તિની વય મર્યાદા 58 વર્ષ કે 62 વર્ષ તે મુજબ વૈકલ્પિક રાખવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા તબીબી અધિકારીઓનો સમય સવારના 8:30 વાગ્યાથી સાંજના 6 -10 કલાકનો છે. તેના કારણે આઠ કલાકથી વધુ નોકરી થઈ જાય છે. તે બાબતે યોગ્ય કરવા, કોવીડના સમય દરમિયાન પોતાના જીવના જોખમે કામગીરી કરેલ ડોક્ટરને 130 દિવસનો પગાર આપવા, મેડિકલ ઓફિસર વર્ગ-૨ ની ખાલી જગ્યા ભરવા માટે દર વર્ષે નિયમિત રીતે જીપીએસસી ની પરીક્ષા લેવાય તેવું આયોજન કરવા સહિતની 18 માગણીઓનું આવેદનપત્ર સરકારને પાઠવ્યું છે.
તબીબોના જણાવ્યા મુજબ અમે આ મામલે 26 નવેમ્બર 2024 ના રોજ અને ત્યાર પછી 28 જાન્યુઆરી 2025 ના રજૂઆત કરી છે. સરકારે અનેક પ્રશ્નોના નિરાકરણ માટે ખાતરી પણ આપી છે. પરંતુ અમલવારી ન થતી હોવાથી મારે નાછૂટકે હવે આંદોલન કરવા સિવાય કોઈ રસ્તો રહેતો નથી. તારીખ 7 એપ્રિલની રાજ્ય વ્યાપી સામૂહિક રજાની લડત પછી પણ જો નિરાકરણ નહીં આવે તો નાછૂટકે આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએડવેન્ચર એક્ટીવીટી કરવાનો શોખ હોય તો જાણો બંજી જમ્પિંગ માટે ભારતના આ 5 સ્થળો વિષે
May 19, 2025 04:56 PMપોરબંદરમાં એક્રેલિક કલર નું લાઈવ ડેમોસ્ટ્રેશન યોજાયું
May 19, 2025 04:55 PMસિલ્કની સાડી અને સુટ ધોતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, ચમક રહેશે નવા જેવી જ
May 19, 2025 04:50 PMમહુવામાં જર્જરિત મારુતિ કોમ્પ્લેક્સની દીવાલ ધરાશાયી
May 19, 2025 04:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech