સરકારે પ્રમોશન માટે 908 અધિકારીઓની લીધી પરીક્ષા: માત્ર 208 પાસ થયા

  • May 28, 2025 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત સરકાર દ્વારા પ્રમોશન માટે થોડા સમય પહેલા ક્લાસ ટુ અને ક્લાસ 3 કક્ષાના અધિકારીઓની પરીક્ષા લેવામાં આવી હતી. આ પરીક્ષા નું પરિણામ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે. કુલ ૯૦૮ અધિકારીઓમાંથી માત્ર 208 અધિકારીઓ પાસ થયા છે. 132 અધિકારીઓને કૃપા ગુણથી પાસ કરવામાં આવ્યા છે અને 568 અધિકારીઓ એવા છે કે તે પ્રમોશનની આ પરીક્ષામાં નાપાસ જાહેર થયા છે.

ગુજરાત વિકાસ સેવા વર્ગ-૨ અને વર્ગ-૩ માંથી પ્રમોશન માટે ખાતાકીય પરીક્ષા લેવાની જવાબદારી સરકારે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા (સ્પીપા)ને સોંપી હતી. સ્પીપા દ્વારા તારીખ 26 થી 30 નવેમ્બર દરમિયાન રાજ્યના જુદા જુદા સેન્ટરોમાં આ માટેની પરીક્ષા લેવામાં આવી હતી. પરીક્ષાના પરિણામો ગઈકાલે જાહેર થયા છે. કુલ પાંચ વિષયની પરીક્ષા ઓએમઆર શીટ દ્વારા લેવામાં આવી હતી.

ગઈકાલે મોડી સાંજે પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષામાં મદદનીશ તાલુકા વિકાસ અધિકારીઓ, નાયબ તાલુકા વિકાસ અધિકારીઓ, નાયબ ચીટનીશ, વિભાગીય અધિકારીઓ અને કચેરી અધિક્ષક સહિતના વર્ગ-૨ અને વર્ગ ૩ ની જુદી જુદી કેડરના 908 અધિકારીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી અમુક તો એવા અધિકારીઓ છે કે જેમણે મિનિમમ એક થી માંડીને 11- 11 વખત પરીક્ષા આપી છે. પરંતુ આમ છતાં તે પાસ થયા નથી.અન્ય પરીક્ષામાં પેપર રી- ચેકિંગ અને રીએસેસમેન્ટ જેવી વ્યવસ્થા હોય છે. પરંતુ સ્પીપા દ્વારા લેવામાં આવેલી આ પરીક્ષા ઓએમઆર સીટથી લેવામાં આવી હોવાથી આવી કોઈ વ્યવસ્થા પણ નથી. સરદાર પટેલ લોક પ્રસાશન સંસ્થાના સંયુક્ત નિયામક સી. બી. પરમાર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને આજે આખો દિવસ સરકારી કચેરીઓમાં એકબીજા અધિકારીઓ આ પરિણામની ચર્ચા કરવામાં જ મોટાભાગે વ્યસ્ત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application