અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન આ દિવસોમાં દરેક માટે ચર્ચાનો વિષય બની ગયા છે. 12 જુલાઈના રોજ યોજાયેલા આ લગ્નમાં સેલિબ્રિટી, બિઝનેસ ટાયકૂન્સ, ક્રિકેટર્સ, ફિલ્મ સ્ટાર્સ અને રાજકારણીઓએ હાજરી આપી હતી. આ ભવ્ય લગ્નમાં હાઈ-પ્રોફાઈલ મહેમાનોના પ્રવેશ અને સુરક્ષા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તાજેતરના અહેવાલ મુજબ, અંબાણી પરિવારના ભવ્ય લગ્નમાં હાજરી આપનારા લોકો માટે QR કોડ અને ગૂગલ ફોર્મ્સ જેવી તકનીકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
મહેમાનોની એન્ટ્રી ગૂગલ ફોર્મ ભરીને કરવામાં આવી હતી
અહેવાલો અનુસાર, એશિયાના સૌથી અમીર વ્યક્તિના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નમાં હાજર રહેલા મહેમાનોને એન્ટ્રી માટે ગૂગલ ફોર્મ બનાવવામાં આવ્યા હતા.
લગ્નમાં આવનાર મહેમાનોની હાજરી ગૂગલ ફોર્મ અને ઈમેલ દ્વારા કન્ફર્મ કરવામાં આવી રહી હતી. કોઈ લગ્નમાં મહેમાનોની એન્ટ્રી માટે આ રીતે ટેક્નોલોજીનો ઉપયોગ પહેલીવાર થયો હતો.
હાજરીની પુષ્ટિ કર્યા પછી, મહેમાનોને મળ્યો QR કોડ
આ ગુગલ ફોર્મ ભર્યા બાદ લગ્નમાં આવનાર મહેમાનોને એક ખાસ મેસેજ મળી રહ્યો હતો. સંદેશમાં લખ્યું હતું કે અમને તમારો RSVP મળ્યો છે અને તમારું સ્વાગત કરવા માટે આતુર છીએ. QR કોડ ઇવેન્ટના 6 કલાક પહેલા શેર કરવામાં આવશે.
આ સાથે મહેમાનોને ઈવેન્ટના 6 કલાક પહેલા સૂચના મુજબ આગળની પ્રક્રિયા માટે QR કોડ આપવામાં આવ્યા હતા. આ QR કોડ મહેમાનોના વ્યક્તિગત મોબાઇલ નંબર પર મોકલવામાં આવ્યા હતા. આ રીતે મહેમાનોએ ઇવેન્ટ માટે એન્ટ્રી પોઈન્ટ પર તેમનો QR કોડ સ્કેન કરાવ્યો હતો.
રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર મલ્ટિલેયર ચેક પછી મહેમાનોને અલગ-અલગ ઝોન માટે કલર કોડેડ પેપર રિસ્ટબેન્ડ આપવામાં આવ્યા હતા. ઈવેન્ટમાં અલગ અલગ સ્પેશિયલ ઝોન માટે આ વિવિધ પ્રકારના રિસ્ટબેન્ડ આપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech