ગોંડલમાંથી છ દિવસ પૂર્વે ગુમ થયેલા યુવાનની તરઘડીયા ગામ પાસેથી લાશ મળી આવી હતી. યુવાન ગુમ થયા અંગે તેના પિતાએ એસ.પી. કચેરીમાં અરજી કરી હતી જેમાં જયરાજસિંહના માણસોએ બંગલામાં માર માર્યેા હોવાના આક્ષેપો પણ કર્યા હતા જેથી યુવાનના મોતને લઇ પોલીસે તપાસ કરતા તરઘડીયા ઓવરબ્રિજ પર અમદાવાદ હાઈવે રોડ પર અજાણ્યા વાહને હડફેટે લેતા તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જે અંગે મૃતકના બનેવીની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, ગોંડલમાં ગાયત્રીનગર શેરી નંબર ૨ માં રહેતો રાજકુમાર રતનલાલ જાટ(ઉ.વ ૨૪) નામનો યુવાન ગત તા. ૨૩ મંદિરે ગયો હતો અને ત્યાં મોબાઈલ મંદિરની અંદર મોબાઇલ ભૂલી ગયો હોય જે ફોન કરતા પૂજારીએ ફોન ઉપાડો હતો. આથી રાજકુમારના પિતા રતનલાલ શંકરલાલ જાટ અહીં મંદિરે પહોંચ્યા હતા બાદમાં પિતા–પુત્ર બંને બાઈક પર અહીંથી જતા હતા ત્યારે પુત્ર રાજકુમાર બાઇક ઝડપથી ચલાવતો હોય અહીં જયરાજસિંહના બંગલા સામે ગાડી ઉભી રખાવી પુત્રને સમજાવતા હતા. ત્યારે જયરાજસિંહના બંગલામાંથી કેટલાક લોકો બહાર આવ્યા હતા અને પુત્રની અંદર લઈ ગયા હતા અને યવાનને મારમારવા લાગ્યા હતાં ત્યારબાદ બીજા દિવસે સવારે પુત્ર મમાં જોવા મળ્યો ન હતો. જેથી તેમણે પ્રથમ ગુમસુદાની અરજી કર્યા બાદ આ બાબતે રાજકોટ એસપી કચેરીમાં અરજી કરી હતી.
બીજી તરફ માલૂમ પડું હતું કે, તારીખ ૪૩ ના રાત્રિના સમયે તરઘડીયા ઓવર બ્રિજ પર અમદાવાદ હાઈવે રોડ પર અજાણ્યા વાહને અડફેટ લેતા યુવાન રાજકુમાર રતનલાલ જાટ(ઉ.વ ૨૪) નું મોત થયું હતું.
જેથી આ મામલે મૃતક યુવાનના બનેવી અર્જુન ચૌધરી બદ્રીનાથ જાટ (ઉ.વ ૩૦ રહે. લાખોલા, રાજસ્થાન)ની ફરિયાદ પરથી કુવાડવા રોડ પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધ્યો છે. બનાવ અંગે વધુ તપાસ પીઆઇ બી.પી.રજયા ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech