ગોંડલ મિનિ વાવાઝોડા સાથે તોફાની પોણો ઈંચ વરસાદ,જામજોધપુર પંથકમાં એક ઈંચ

  • May 23, 2025 11:09 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલમાં દિવસભરનાં અસહ્ય બફારા બાદ સાંજે પાંચ કલાકે વાતાવરણ પલટાયુ હતુ. મીની વાવાઝોડા સાથે ભારે પવન ફુંકાયો હતો અને તોફાની વરસાદ ત્રાટકતા માત્ર દશ મીનીટમાં પોણો ઈંચ વરસાદ પડો હતો.તાલુકાનાં વેજાગામે વિજળી પડતા પ્રૌઢનું મોત નિપયુ હતુ.
ગોંડલમાં મીની વાવાઝોડાનાં કારણે તુલસીબાગ,મહાદેવવાડી, મહીલા કોલેજ, પેલેસ રોડ સહિત અન્ય વિસ્તારોમાંમાં તોતીંગ વૃક્ષો ધરાશય થયા હતા.સિવિલ હોસ્પીટલ પાસે વિજ થાંભલો પડી ગયો હતો. અનેક જગ્યાએ વિજ વાયર તુટતા વિજ પુરવઠો ખોરવાતા શહેરમાં અંધકાર પટ છવાયો હતો. મોડી રાત સુધી શહેરનાં કેટલાક વિસ્તારમાં વિજપુરવઠો ખોરવાયેલો રહયો  હતો. વાવાઝોડા અને વરસાદને કારણે નગરપાલિકા તથા પીજીવીસીએલ તંત્રને દોડાદોડી થઈ પડી હતી.વરસાદ વસસતા રાજમાર્ગેાપર પાણી ફરી વળ્યા હતા.તાલુકાનાં વેજાગામની સીમમાં વાડીમાં કામ કરી રહેલા મુળ રાજસ્થાન નાં શંકરસિંહ હજારીસિંહ ચૌધરી ઉ.૪૮ નું વિજળી પડતા મોત નિપયુ હતુ.

જામજોધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં એક ઈંચ વરસાદ વરસ્યો
અરબી સમુદ્રમાં સાઇકલોન સિસ્ટમ કાર્યરત થતાં તેની અસર હાલાર પંથકમાં પણ જોવા મળી જામજોધપુર પંથકમાં ભારે પવન ના સુસવાટા વચ્ચે એક ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો.
હજુ પણ હવામાન વિભાગ દ્રારા વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્રારા ગુજરાત, સૌરાષ્ટ્ર્રના કેટલાક જિલ્લ ાઓ માં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડા ની અસર સહિત ની આગાહી કરવામાં આવી છે. જેની અસર જામજોધપુર તાલુકામાં ગઈકાલે બપોરે ચારેક વાગ્યા પછી વાતાવરણ પલટાયુ હતું. અને ભારે પવન ફંકાયા પછી ધોધમાર વરસાદ શ થયો હતો . સાંજે ૪ થી ૬ ના બે કલાક દરમિયાન જામજોધપુરમાં ૨૫ મિ.મિ .એટલે કે એક ઈંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત માંડાસણ, વાલાસણ, ધ્રાફા સહિત ના ગામોમાં પણ સારો વરસાદ વરસી ગયો હતો ભારે પવન સાથે વરસાદ પડતા ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application