ગોંડલ નાગરિક બેંકનાં ડીરેકટરોની ચુંટણી આવતીકાલે રવિવારે યોજાનાર છે.ત્યારે ગોંડલનું રાજકારણ ગરમાયું છે. નાગરિક બેંકની ચુંટણી સામાન્ય ગણાતી હોય છે. પણ ગોંડલમાં ચુંટણીને લઈને ધારાસભાની ચુંટણી જેવો માહોલ ગરમાયો છે. બેંકની ચુંટણી વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે પ્રતિ ાનો જગં બની છે. તો સામા પક્ષે પુર્વ ચેરમેન યતિશભાઈ દેસાઈ બહત્પમત હાંસીલ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય રાજકીય ઉતેજના ફેલાઈ છે. આગામી રવિવારનાં નાગરિક બેંકની ચુંટણી યોજાઇ રહી છે. પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજાની રાહબરી હેઠળ ભાજપ પ્રેરીત પેનલ ચુંટણી લડી રહી છે. સામા પક્ષે કોંગ્રેસનાં યતિષભાઈ દેસાઈની આગેવાની હેઠળ નાગરિક સહકાર સમિતીની પેનલ ચુંટણી લડી રહી છે.
નાગરિક બેંક નાં ચેરમેન અશોકભાઈ પીપળીયા અને તેની પેનલ દ્રારા છેલ્લ ા ત્રણ ચાર વર્ષ માં બેંકનાં વિકાસ અને પ્રગતિની ગવાહી અપાઇ રહી છે. તો સામા પક્ષે વર્તમાન સતાધીશોનાં સાશનનાં છીંડા શોધી લોકો સમક્ષ રજુ કરાઇ રહ્યા છે. જેને લઈ નુ ચુંટણીનો માહોલ હાઇવોલ્ટેજ સમો બનવા પામ્યો છે.
સામાન્ય રીતે બેંકની ચુંટણીની ખાસ નોંધ સુધ્ધા લેવાતી હોતી નથી. પરંતુ ગોંડલની રાજકીય તાસીર હમેંશા ગરમ રહી છે. ત્યારે શહેરમાં મોટા હોડિગ, ચોપાનીયા અને જાહેરસભા સાથે ડોર ટુ ડોરનો પ્રચાર ચાલી રહ્યો હોય બન્ને પક્ષે ચુંટણીનું કેટલુ અને કેવુ મહત્વ છે. એ સાબીત થઈ રહ્યુ છે. બેંકનાં વર્તમાન ચેરમેન અશોકભાઈ પીપળીયા માટે આ ચુંટણી એસિડ ટેસ્ટ સાબીત થશે. ૫૮૦૦૦થી વધુ સભાસદો ધરાવતી નાગરિક બેંક માં સભાસદો એક દિન કા સુલતાન બની સતાનો તાજ કોને પહેરાવશે તે કહેવુ અકળ ગણાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું તમે પણ વાળમાં દહીં લગાવો છો? તો જાણી લો તેના ફાયદા-ગેરફાયદા
April 07, 2025 02:44 PMમાધવપુરના ગત વર્ષના મેળામાં સરકારી નાણાનો થયો હતો બેફામ દુરઉપયોગ
April 07, 2025 02:38 PMજિલ્લા ભાજપ દ્વારા એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું સ્વાગત
April 07, 2025 02:36 PMરામનવમીની ભવ્યાતિભવ્ય શોભાયાત્રાનું રંગેચંગે થયુ સમાપન
April 07, 2025 02:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech