સોનું હવે માધ્યમ વર્ગ માટે એક સપનું બની રહ્યું છે. ટ્રમ્પના ટેરીફ વોરના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. હાલ તે ૮૮,૫૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયો છે. જયારે ચાંદીના ભાવમાં પણ વધારો થયો. હવે સૌ કોઈની નજર સોનાની ૯૦,૦૦૦ની સપાટી પર છે.
દિલ્હી બુલિયન બજારમાં સોનાના ભાવ 2,430 રૂપિયા વધીને 88,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના મતે, વૈશ્વિક બજારોમાં મજબૂતાઈ અને નબળા રૂપિયાને કારણે આ વધારો થયો છે. ઝવેરીઓ અને છૂટક વેપારીઓ દ્વારા ભારે ખરીદીને કારણે પણ ભાવમાં વધારો થયો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પર 25 ટકાનો નવો ટેરિફ લાદવાની જાહેરાત બાદ વૈશ્વિક બજારમાં સોનાના ભાવ 2,900 ડોલર પ્રતિ ઔંસના સ્તરને પાર કરી ગયા છે.
ગયા અઠવાડિયે ૯૯.૯ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૮૬,૦૭૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર બંધ થયો હતો. સ્થાનિક બજારોમાં, ૯૯.૫ ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ ૨,૪૩૦ રૂપિયા વધીને ૮૮,૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યો. ચાંદીના ભાવ 1,000 રૂપિયા વધીને 97,500 રૂપિયા પ્રતિ કિલો થયા.
વેપારીઓએ જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે રોકાણકારો સલામત આશ્રયસ્થાનો તરફ વળી રહ્યા છે અને ઈટીએસ જેવા જોખમી શેરોને છોડી રહ્યા છે. એમસીએક્સ પર એપ્રિલ ડિલિવરી માટે સોનાનો કોન્ટ્રેક્ટ 940 રૂપિયા વધીને 85,828 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચ્યો.
એલકેપી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વીપી રિસર્ચ એનાલિસ્ટ જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, સોનામાં મજબૂત વધારો થયો છે. ટ્રમ્પના નવા ટેરિફથી ચિંતાઓ વધી હોવાથી એમસીએક્સ પર તે રૂ.85,800 અને સ્પોટ માર્કેટમાં 2,900 ડોલરથી ઉપર ગયો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત સરકાર સાથે નયારા એનર્જીના બે MOU થયા, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને મળશે વિશેષ લાભ
March 18, 2025 05:35 PMઉનાળામાં કૂલ અને ક્લાસી લુક માટે ટ્રાય કરો આ 5 પ્રકારના ડ્રેસ, જે છે સ્ટાઇલિશ અને કમ્ફર્ટેબલ
March 18, 2025 04:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech