પોરબંદરમાં મૃતદેહ ઉપરથી સોનાના ચેનની થઇ ચોરી આઇ.સી.યુ. વોર્ડમાં બનેલા બનાવ અંગે નોંધાયો ગુન્હા

  • November 06, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં મૃતદેહ ઉપરથી સોનાના ચેનની  ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.છાયાના અંબેનગરમાં આવેલ શુભ સોસાયટીમાં રહેતા મહેશ લાખાભાઇ ડોડીયા નામના પી.જી.વી.સી.એલ.ના નેટવર્ક એન્જીનીયરે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના રાજકોટ ખાતે રહેતા બનેવી કૌશિકભાઇ નાથાભાઇ વાળા પોરબંદર આવ્યા ત્યારે તેઓ બીમાર પડયા હતા અને પોરબંદરની આઇ.સી.યુ. હોસ્પિટલના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન કૌશિકભાઇ મૃત્યુ પામ્યા હતા. જેથી તેમની લાશ ઉપર સફેદ કપડુ ઢાકેલુ હતુ તેને ઉંચકીને જોતા તેમણે ગળામાં પહેરેલો સોનાનો ચેન ગાયબ થઇ ગયો હતો. આથી હોસ્પિટલના સ્ટાફના માણસોને પૂછતા ચેન બાબતે કોઇ કશુ જાણતુ નહી હોવાનુ બહાર આવ્યુ હતુ. આથી પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતે આઇ.સી.યુ. વોર્ડમાંથી સવા તોલા વજનનો ૬૨,૫૦૦ ‚ા.નો ચેન કોઇએ ચોરી લીધાનો ગુન્હો નોંધાવતા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application