પોરબંદરની ડો.વી.આર.ગોઢાણીયા બી.બી.એ. કોલેજના વિદ્યાર્થી રોનક આલાણી રાષ્ટ્રીયકક્ષાએ બેડમિન્ટન સ્પર્ધામાં વધુ એકવાર પસંદગી પામ્યો છે.
પોરબંદરની ગોઢાણીયા કોલેજના બી.બી.એ સેમ-૩ ના વિદ્યાર્થી રોનક આલાણી રાષ્ટ્રીયકક્ષાની બેડમિન્ટન સ્પર્ધામાં ફરી એકવાર પસંદગી થયેલ છે.સૌપ્રથમ ઇન્ટર કોલેજ લેવલનો સિલેકશન રાઉન્ડ જુનાગઢમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યોજવામાં આવેલ હતો,જેમાં રોનક આલાણી ટોપ પાંચ વિદ્યાર્થીઓની ટીમમાં પસંદગી પામેલ હતો.ત્યારબાદ નેશનલ લેવલ ઇન્ટર યુનિવર્સિટી નેશનલ લેવલ ટુર્નામેન્ટ મધ્યપ્રદેશમાં ભોપાલ ખાતે યોજાઈ હતી.જેમાં રમવાની સુવર્ણતક પ્રાપ્ત થઇ હતી.
વિદ્યાર્થીની આ સિધ્ધિ બદલ સંસ્થાના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીયા,એજ્યુકેશન ટ્રસ્ટી ડો.હિનાબેન ઓડેદરા,બી.બી.એ ડિપાર્ટમેન્ટના ડિરેક્ટર ચિત્રા જુંગીએ અભિનંદન પાઠવ્યા છે. અને ભવિષ્યમાં પણ સ્પોર્ટ્સમાં સંસ્થાનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech