રાજકોટ શહેરના ગોંડલ હાઇવે રોડ ઉપર કિસાન પેટ્રોલ પંપ્ની સામે કાંગશિયાળી વિસ્તારમાં આવેલા સરદાર હાઈટ્સ એપાર્ટમેન્ટની મહિલાઓનું એક ટોળું આજે બપોરે ઓટો રિક્ષામાં રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે પછી આવ્યું હતું અને મેયર નયનાબેન પેઢડીયાને આવેદનપત્ર પાઠવીને ઉપરોક્ત સરદાર હાઇટ્સ એપાર્ટમેન્ટમાં પીવાનું પાણી પૂરું પાડવા રજૂઆત કરી હતી.
વિશેષમાં મેયરને પાઠવેલા આવેદનપત્રમાં મહિલાઓએ જણાવ્યું હતું કે તેમના એપાર્ટમેન્ટને આજ દિવસ સુધી નળ કનેક્શન મળ્યા નથી, ગ્રામ પંચાયતમાં પણ રજૂઆત કરી છતાં કોઈ સુવિધા મળી નથી આથી રાજકોટ મહાનગરપાલિકા પાસે અપેક્ષા છે. કાંગસિયાળી વિસ્તારના આ એપાર્ટમેન્ટમાં 80 જેટલા પરિવારો રહે છે અને એબીસીડી મુજબ કુલ ચાર વિંગ છે. આ એપાર્ટમેન્ટથી તદ્દન નજીકમાં જ મહાનગરપાલિકાની પીવાના પાણીની લાઈન પસાર થાય છે આથી માનવીય અભિગમ અને રહેમરાહ દાખવીને જો તે લાઈનમાંથી આ એપાર્ટમેન્ટને નળ કનેક્શન આપવામાં આવે તો પાણી પ્રશ્ન ઉકેલાઇ જાય તેમ હોય યોગ્ય કરવા માંગણી કરવામાં આવી હતી. હાલમાં આ એપાર્ટમેન્ટના મહિલાઓને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે તેમજ પૈસા ચૂકવીને ટેન્કર મારફતે પાણી ખરીદવા ફરજ પડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech